Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરે નગરપાલિકાની ચુંટણીઓ જાહેર થયેલ છે.
તા.૧૮ સુધી ફોર્મ ભરી શકનાર છે. ત્યારે કોંગ્રેસના નગર પાલિકામાં મોટાગજના નેતા અને ચુંટણીમાં મહત્વની ભુમિકા ભજવતા ધીરજભાઈ કિર્તીલાલ શાહ તથા
પ્રગતિબેંકના ચેરમેન ચીનુભાઈ પાંચાણી આદિ સાથી કાર્યકરો આજે ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભુકંપ સર્જાયેલ.
ગત નગરપાલિકાની ર૪ સીટોમાં ૧ર સીટો ભાજપ અને ૧ર સીટો કોંગ્રેસે મેળવેલ અને કોંગ્રેસ સત્તા હાંસલ કરવામાં સફળ રહેલ. તે સમયે ધીરૂભાઈ તથા તેમના ધર્મપત્ની ગીરાબેન વિજેતા થયેલ.
કોંગ્રેસના આ અઢી વર્ષના સમયમાં સત્તા ભોગવી બાદમાં પ્રમુખ-ઉપ પ્રમુખ ની ની ચુંટણી આવતાં કોંગ્રેસના બે સદસ્યો તુટતાં ભાજપે સત્તા હાંસલ કરેલ.
આમ આ વખતે પણ ખરાખરી નો જંગ ખેલવાના અણસાર હતા ત્યાં કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાતાં ભાજપ માટે રસ્તો આસાન બનાવી દીધેલ.
આજરોજ દાદા વાડી ખાતે યોજાયેલા ભાજપ પ્રદેશના સમારોહમાં જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તથા બનાસકાંઠા જીલ્લા ભાજપના નવા વરાયેલા
જૈન અગ્રણી સુરેશભાઈ શાહ (રાનેર) ભાજપના મહામંત્રીઓ, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રીઓ તથા શહેર સંગઠન આદિ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.
થરા નગરપાલિકાની ચુંટણીમાં કિર્તીલાલ રતિલાલ શાહ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સક્રિય હતો. આ પરિવારે એન.સી.પી. રહી (કોંગ્રેસે ચિન્હ થી લડવાની ના જાહેર કરતાં) થરા નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવેલ બાદમાં બીજી ટર્મમાં કોંગ્રેસ પક્ષ તરફ થી લડી પુનઃ સત્તા મેળવેલ અત્યારે ત્રીજી ટર્મમાં જોરદાર જંગ ખેલાવવાના ચિન્હો હતા ત્યાં
જીલ્લાના પ્રભારી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા મુકાયેલા જૈન સમાજના ઉત્સાહી કાર્યકર સુરેશભાઈ શાહે સૌ પ્રથમ ઘા જૈન સમાજને ભાજપમાં લાવવાનો પ્રયાસ કર્યો
જેના ફળ સ્વરૂપે કોંગ્રેસના નગરપાલિકાના બે ધુરંધર વ્યક્તિઓને ખેરવી લઈ ભાજપમાં સામેલ કરાવી અડધી બાજી ખેલાયા વિનાજ જીતી લીધી સુરેશભાઈ શાહ પ્રદેશ પ્રમુખ સાથે સારો એવો ઘરાબો ધરાવે છે.
પ્રદેશ પ્રમુખે તેમનામાં મુકેલા વિશ્વાસને સાર્થક કરી જીલ્લાના નેતાઓ જે ન કરી શક્યા તે સુરેશભાઈ એ કરી બતાવી થરા શહેરમાં ભગવો લહેરાવી નવીન પ્રધાનમંડળની ટીમ અને તેમના માદરે વતનમાં
તાજેતરમાં મંત્રી મંડળમાં સામેલ થયેલા કિર્તીસિંહજી વાઘેલાને અનુપમ ભેટ આપવાનો રસ્તો આસાન બનાવવાનો ભરપુર પ્રયાસ કરેલ છે.
ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે કોંગ્રેસના અગ્રણી ધીરૂભાઈ કે.શાહ, ચીનુભાઈ પાંચાણી, ભાવેશભાઈ પાંચાણી, અલ્પેશભાઈ શેઠ સહિતના આગેવાનોને આવકારી થરા શહેરના વિકાસ માટે લેવાયેલ નિર્ણયને આવકારેલ.
ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરીયાએ બંન્ને આગેવાનોને આવકારી દેશમાં થઈ રહેલા મહાપરિવર્તનને સમર્થન આપી દેશને મજબુત બનાવવા આહવાન કરેલ.
આ પ્રસંગે ચીનુભાઈ પાંચાણી ને પોતાના જુના ઘેર પરત આવ્યા હોવાનો આનંદ વ્યક્ત કરેલ. પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ કે શાહે જણાવેલ કે છેલ્લા ઘણા સમયથી સામાજિક રાજકીય પ્રેસર હતું કે ભાજપમાં જોડાઓ
આખરે થરા શહરે ના વિકાસ માટે અને આમ પ્રજાના કામો આસાની થી થઈ રહે પ્રજાને ન્યાય મળે તે હતું. કોઈપણ પ્રકારના દાબ-દબાણ કે લાલચમાં આવ્યા વિના નિર્ણય લીધો છે.
અમે અગાઉ એન.સી.પી.માંથી નગરપાલિકામાં જીતી સત્તા મેળવી આમ સતત પ્રજાના વિશ્વાસ સંપાદિત કરી વિજય મેળવીએ છીએ જેનો લાભ આગામી સમયમાં ભાજપ પક્ષને પુરેપુરો મળે તેવા પ્રયાસો કરીશું અને જંગી મતો થી વિજય હાંસલ કરીશું.
જીલ્લાના પ્રભારી અને અનેક સંસ્થાઓ સાથે જાેડાયેલા સુરેશભાઈ ડી.શાહે સૌ નવા જાેડાયેલા ઓને આવકારી નવીન મુખ્યમંત્રી ને થરા નગરપાલિકાની તમામ ર૪ સીટો જીતી ભેટ અર્પણ કરવાનો સૌને દ્રઢ નિર્ધાર કરવા જણાવેલ.
થરા માકૅટના ચેરમેન અણદાભાઇ પટેલે સૌને આવકારેલ. કાર્યક્રમનું સંચાલન ભાજપના મહામંત્રી ડાહ્યાભાઈ પીલીયાતરે કરેલ. આભારવિધિ શહેર પ્રમુખે કરેલ.
Kankarej Bhartiy Janata Party BJP, Sureshbhai Shah, Dhirajbhai Shah, CHinubhai Panchani, Alpeshbhai SHeth, Congress, Thara Nagar Palika, Election. 2021, Banaskantha Jilla Prabhari
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268