Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર ડેપો બન્યો ત્યાર થી “દીઓદર-સુરત” બસ શરૂ થયેલ જે વર્ષો જુની બસ
તાજેતરમાં દીઓદર ડેપો દ્વારા બંધ કરાતાં પ્રજામાં રોષની લાગણી વ્યાપેલ છે.
આ દીઓદર-સુરત ચાલતી બસ એસટી ના કેટલાક અધિકારીઓ તેમજ કર્મચારી આગેવાનોના પેટના દુખાવા સમાન હોય તેમ
આ બસ નો વારંવાર સમય બદલવામાં આવે
તેમજ થોડો સમય સ્લીપીંગ કોચ મુકવામાં આવે તો
થોડો સમય વળી સાદી બસ મુકવામાં આવે
આમ મન ફાવે તેમ બસને દોડાવવામાં આવેલ.
જેના કારણે વર્ષો થી ચાલતી બસને ટ્રાફીક ન મળતું હોવાના બહાના તળે બંધ કરવામાં આવેલ છે.
દીઓદર ડેપોમાં કેટલાક આગેવાનો કહેવાય છે કે તેમની મરજી મુજબ બસો દોડાવે છે તો કેટલીક બસો બંધ કરાવે છે.
દીઓદર ડેપો મેનેજરશ્રી અપડાઉન કરતા હોઈ આ કર્મચારીઓ ઉપર જાણે કે તેમનો અંકુશ ન હોવાનું તેમજ અપડાઉનની સવલતને કારણે દબાવમાં કહેવાય છે કે કેટલાક નિર્ણયો શું લેતા નથી ને..?
દીઓદર ડેપો દ્વારા ચાલતી એકમાત્ર પાટનગરને જોડતી
દીઓદર-ભાભર-કાંકરેજ પંથકને પાટનગર ગાંધીનગર જવા માટે એકમાત્ર બસ
ભાભર-ગાંધીનગર બસને પણ બંધ કરવામાં આવેલ.
તેમજ દીઓદર સમીપે આવેલ સંપૂર્ણ કાંકરેજ તાલુકાને સાંકળતી
દીઓદર-ધનેરા-કસરા બસને પણ બંધ કરવામાં આવી છે.
વર્ષો જુની ચાલતી દીઓદર -હિમંતનગર બસ બંધ કરવામાં આવેલ છે.
આવા અનેક રૂટો બંધ કરવામાં આવ્યા છે.
શું દીઓદર ડેપોને ખંભાતી તાળાં લગાવવા માટેની સાજીશ તો નથી કરી રહ્યા ને ?
દીઓદર ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા તથા
સત્તાધારી પક્ષ ભાજપના કાંકરેજ વિસ્તારના ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા
તેનો ખુલાસો કરાવશે ખરા ?
અને પ્રજાકીય સવલત માટે આ બસો શરૂ કરાવશે ખરા..?
GUJARAT STATE ROAD TRANSPORTATION SERVICES, GSRTC, DIYODAR, UTTAR GUJARAT, SURAT, BUS SERVICE CLOSER, DEODAR BUS STAND, BUST DEPOT, SHIVABHAI BHURIYA, KIRTISINGH VAGHELA
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268