અહેવાલ: યશપાલસિંહ ટી વાઘેલા થરા
Shantishram News, Diyodar, Gujarat.
કાંકરેજ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા નગરમાં સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂ ગાદી વાળીનાથ ઝાઝાવડા મહાદેવ તીર્થ આવેલ છે.
જયાં શિવપુરીજી ગુરૂ નરભેપુરી મહારાજ પછી ગાદીપતિ તરીકે
મહંત ઘનશ્યામપુરીજી ગુરૂ શિવપુરીજી મહારાજ આવ્યા અને
તેમના પટ્ટશિષ્ય ગુરૂ ભાઈ તરીકે કરશનપુરીજી, કેદારપુરીજી. કાર્તિકપુરીજી,ધનપુરીજી અડીખમ યોધ્ધા
જેમ શિવાલયમાં ભાવિક ભકતોની આગતા સ્વાગતામાં કૃષિક્ષેત્રે ગૌશાળામાં સેવા આપતા
આ ગુરૂ ભાઈ પૈકી બ્રહ્મલીન મહંત શિવપુરીજી મહારાજના
શિષ્ય કરશનપુરી મહારાજ છેલ્લા ચાલીસ વર્ષથી થરા વાળીનાથ મંદિરમાં સેવા કરતાં હતા
તે ચાર દિવસ અગાઉ સોમનાથ ખાતે શિવપુરીધામ આશ્રમનું ખાત મહુર્ત કર્યુને
આજે તા. ૩૧/૦૮/૨૦૨૧ ના બપોરના સાડા બાર વાગ્યના સુમારે અચાનક હૃદય રોગના તીવ્ર હુમલામાં દેવલોક પામ્યા.
સોમનાથ ખાતે શિવપુરીધામ આશ્રમથી તેમનો પાર્થિવ દેહ મોડી રાત્રે થરા લેવાશે અને
આવતી કાલે તા. ૦૧/૦૯/૨૦૨૧ને બુધવારે
બ્રહ્મલીન પૂ. કરશનપુરીજીના પાર્થિવ દેહ વિધિ વિધિપૂર્વક સમાધિ અપાશે.
પૂ.કરશપુરી મહારાજના નિધનથી ધર્મપ્રેમી લોકોમાં શોકનો માહોલ જોવા મળતો હતો.
શ્રાવણી પારણાં નોમના દિવસે પૂ. કરશનપુરીજી મહારાજ બ્રહ્મલીનના સમાચાર મળતાં ભાવિકભકતો શિવાલય ખાતે આવી
મહંત શ્રી૧૦૦૮ ઘનશ્યામપુરીજી ગુરૂ શિવપુરીધામ મહારાજ પાસે વિગત જાણી દુઃખ વ્યક્ત કરતા હતા.
Bharwad Gopalak Samaj, Gujarat, Kankarej Thara, Valinath Zanzvada Mahadev Mandir, Karshanpuri bapu,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268