Shantishram News, Diyodar, Gujarat.
તારીખ 29/૦8/2021 ના રોજ અમદાવાદ મધ્યે જૈન સમાજ ના
લક્ષ્મી ગ્રુપ તથા ગોધાણી ગ્રુપ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ
સી.આર. પાટીલની રજતતુલા કાર્યક્રમ યોજાયો.
પેજ પ્રમુખ પ્રણેતા ગુજરાત ભાજપ ના અધ્યક્ષ સી.આર. પાટીલના એક વર્ષના સફળ કાર્યકાળ બદલ
અમદાવાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં
લક્ષ્મી ગ્રુપના જયેશભાઇ શાહ તથા
ગોધાણી ગ્રુપના સુરેશભાઈ શાહ દ્વારા આયોજિત કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
આ પ્રસંગે જૈન સમાજની સૌથી મોટી સંસ્થા શ્રી આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના ચેરમેન શેઠ સંવેગ લાલભાઈ તેમજ
એલર્ટ ગ્રુપના સેનાધિપતિ કલ્પેશભાઈ શાહ આદી જૈન અગ્રણીઓ તથા
નરહરિભાઇ અમીન, રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહજી વાઘેલા,
અમિતભાઈ શાહ, કીરીટભાઈ પરમાર, વર્ષાબેન દોશી, ભુરાભાઈ શાહની
આદી રાજકીય આગેવાનો પધારેલ.
આ પ્રસંગે 1:00 ભોજન કાર્યક્રમ યોજાયેલ અને ત્યારબાદ 2:00 કલાકે રજતતુલા કાર્યક્રમની શરૂઆત થયેલ
જેમાં લક્ષ્મી ગ્રુપના જયેશભાઈ દ્વારા પધારેલ મહેમાનોનું સ્વાગત કરાયેલ અને
આ પ્રસંગે શેઠ સંવેગ લાલભાઈ એ જણાવેલ કે જૈન સમાજ દ્વારા હર હંમેશ સેવાકીય તેમજ માનવતાના કાર્યો થતાં આવેલ છે તેમજ આગામી સમયમાં પણ આવા જ કાર્યો થતા રહેશે.
જૈન સમાજ હંમેશા સમગ્ર સમાજ માટે શૈક્ષણિક, આરોગ્ય કે બીજા કોઈ પણ કુદરતી આફતો સમય સમાજના પડખે ઉભો રહેવામાં મોખરે હોય છે.
જ્યારે કલ્પેશભાઈ એ જણાવેલ કે જૈન સમાજ હર હંમેશ સરકારની પડખે ઉભો રહે છે કુદરતી આપત્તિનો સમય હોય શિક્ષણ ક્ષેત્રે કે આરોગ્ય ક્ષેત્રે,
જૈન સમાજ દાનવીરો નો સમાજ છે એ ક્યારેય કોઈની પાસે કંઈક માગતો નથી
પરંતુ દાન કરવામાં હર હંમેશ બીજા સમાજો માટે પ્રેરણારૂપ બને છે.
સી.આર.પાટીલ સાહેબ એ પોતાના પ્રવચનમાં જણાવેલ કે
જૈન સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી ગુજરાત રાજ્યની પ્રજાની સુવિધામાં વધારો કર્યો છે
અને મુશ્કેલીના સમયમાં જેવી કે મચ્છુ ડેમ હોનારત હોય કે કોરોના મહામારી હોય
લોકોની સેવા કરવામાં હંમેશા આગેવાની કરી લોકોને પ્રેરણા કરી હોય છે જે બિરદાવવા જેવી છે
મારી વિવિધ સમાજ દ્વારા વિવિધ પ્રકારે તુલા કરાઈ છે પણ જૈન સમાજ દ્વારા બીજી રજતતુલા યોજાય છે
જે અદભૂત છે અગાઉ સુરેશભાઈ શાહ દ્વારા સુરતમાં યોજાયેલા રજતતુલામાં પણ વપરાયેલ રજત માનવસેવા માં દાન કરવામાં આવેલ
આવી દાન કરવાની અદભુત રીત જૈન સમાજ વિવિધ સમાજો ને શીખવી રહ્યું છે
આ પ્રસંગે સુરેશભાઈ શાહ એ જણાવેલ કે જૈન સમાજ ની વિવિધ પ્રકારની સેવાકીય સંસ્થાઓ સમાજ વિકાસ અને સામાજિક ઉત્થાન ના કાર્ય કરી રહ્યા છે.
આજના રજતતુલા કાર્યક્રમમાં સી.આર.પાટીલ સાહેબ ની રજતતુલા માં વપરાયેલ
૮૫ કિલો જેટલું ચાંદી ૮ અંધજન શાળાઓને દાનમાં આપવામાં આવશે
તથા આગામી ઇલેક્શનમાં ગુજરાત રાજ્યમાં તમામ સીટો ભાજપ સરકાર જીતે એ માટે જૈન સમાજ તમામ પ્રયત્નો કરશે.
જયેશભાઇ શાહ તથા સુરેશભાઈ શાહ દ્વારા પધારેલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ
CR Patil, Bjp Gujarat President, Ahmedabad, Rajat Tula, Laxmi Group Jayeshbhai Shah, Godhani Group, Sureshbhai Shah, Jain Samaj, sheth Sanveg lalbhai, Kalpeshbhai Shah, Election, Vidhansabha
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268