આગામી મહિનો બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે રજાઓથી ભરેલો રહેશે. બેંક કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનામાં 12 જેટલી રજાઓ માણી શકશે. આવી સ્થિતિમાં, જો તમારી બેંકને લગતું કોઈ કામ બાકી હોય તો તે ઝડપી નિપટાવી લો. નહિંતર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ સપ્ટેમ્બરમાં કુલ 7 બેંક રજાઓ આવી રહી છે. જો કે આ રજાઓની અસર સમગ્ર ભારત પર એકસરખી થતી નથી. આમાંથી કેટલાક રાજ્યોમાં ખાસ રજાઓ છે. આ સિવાય સપ્ટેમ્બરમાં બેંકોને કુલ 6 સાપ્તાહિક રજા રહેશે. આમ હોવા છતાં, રજાઓની કુલ સંખ્યા 12 છે કારણ કે એક સાપ્તાહિક રજા બેંક હોલિડેના દિવસે આવે છે.
5 સપ્ટેમ્બર – રવિવાર
8 સપ્ટેમ્બર – શ્રીમંત શંકરદેવ તિથિ (ગુવાહાટી)
9 સપ્ટેમ્બર – તીજ હરિતાલિકા (ગંગટોક)
10 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ)/વિનાયક ચતુર્થી/વરસિદ્ધિ વિનાયક વ્રત
(અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજી)
11 સપ્ટેમ્બર – મહિનાનો બીજો શનિવાર/ગણેશ ચતુર્થીનો બીજો દિવસ (પણજી)
12 સપ્ટેમ્બર – રવિવાર
17 સપ્ટેમ્બર – કર્મા પૂજા (રાંચી)
19 સપ્ટેમ્બર- રવિવાર
20 સપ્ટેમ્બર – ઇન્દ્રજાત્રા (ગંગટોક)
21 સપ્ટેમ્બર- શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી, તિરુવનંતપુરમ)
25 સપ્ટેમ્બર- મહિનાનો ચોથો શનિવાર
26 સપ્ટેમ્બર – રવિવાર
જો કે, આ સમય દરમિયાન ઓનલાઈન બેંકિંગની કામગીરીને અસર નહીં થાય. આનો મતલબ એ છે કે ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેઓ રાબેતા મુજબ નાણા વગેરે ટ્રાન્સફર કરી શકશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268