ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે તેઓ ચમચી કે કાંટા ચમચીની જગ્યાએ હાથથી ભોજન કરવાનો અલગ સ્વાદ હોય છે. આજકાલ મોટાભાગનાં લોકો હાથથી ભોજન કરતાં નથી. ખાસ કરીને કોઈની સામે કે બહાર બધાની સામે આવી રીતે ભોજન કરવું એટીકેટ્સની વિરુદ્ધ માનવામાં આવે છે. જો કે સાઉથમાં હજુ પણ લોકો ચમચીનો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે. જો તમને હાથથી ભોજન કરવાનાં ફાયદાઓ જાણશો તો કદાચ તમે પણ તમારી કટલેરી સેટને સાઈડમાં મૂકી દેશો.
માનવામાં આવે છે કે આંગળીમાં પાંચ તત્વ હોય છે. વેદ પ્રમાણે જ્યારે આપણે ખોરાકને આપણી પાંચ આંગળીથી સ્પર્શ કરીએ છીએ તો તે એલિમેન્ટ્સ પેટમાં ડાઇજેસનની પ્રોસેસને સારી બનાવે છે. આપણી આંગળીની નરવ એન્ડિંગ પર જ્યારે ખોરાક સ્પર્શ કરે છે તો મગજ દ્વારા પેટને સિગ્નલ પહોંચે છે કે તમે કોઈ ચીજ ખાવાનાં છો, તેવામાં ખોરાક પચવામાં સરળતા રહે છે. હાથથી સ્પર્શ સાથે તમને તેનો સ્વાદ, સુગંધ અને ખોરાકનાં ટેક્સચરનો નજીકથી અનુભવ થાય છે.
હાથથી ભોજન કરવાને એક સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે, જેનાથી આપણું બ્લડ સરકયુલેશન સારુ થાય છે. રોટલીને તોડવી કે ભાતને દાળમાં ભેળવવા અને તેનું બાઈટ બનાવવું તમારા હાથનાં જોડાણ માટે સારું હોય છે.
જર્નલ ક્લિનિક ન્યુટ્રીશનમાં છપાયેલી એક સ્ટડી પ્રમાણે ટાઇપ-૨ ડાયાબિટીસનાં દર્દીઓ મોટાભાગે ચમચીથી ભોજન કરનાર લોકો હોય છે. કાંટા ચમચીથી ભોજન કરનાર લોકો ખૂબ જ જલ્દી ભોજન કરતાં હોય છે, જેનાથી બ્લડ શુગરનું સંતુલન બગડી જાય છે અને ટાઇપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
જર્નલ એપેટાઈટમાં છપાયેલ એક સ્ટડી પ્રમાણે હાથથી ભોજન કરનાર લોકોને જલ્દી ભૂખ લાગતી નથી. જો લંચમાં હાથથી ભોજન કરવામાં આવે તો સાંજ સુધી હળવા નાસ્તાથી કામ ચાલી શકે છે. એવું એટલા માટે કારણકે હાથથી ભોજન કરવાથી પેટ સારી રીતે ભરાઈ જાય છે. તેનાથી વારંવાર કંઈ ખાવાનું મન થતું નથી. જોકે ભોજન કરતાં પહેલા હાથને સારી રીતે ધોવા પણ જરૂરી હોય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268