મંતગેશ્વર મંદિરમાં સ્થિત શિવલીંગને જીવિત માનવામાં આવે છે. લોકો અનુસાર આ દુનિયાનું એકમાત્ર એવું શિવલીંગ છે, જેનો આકાર સતત વધી રહ્યો છે. આ શિવલિંગની લંબાઈ ૯ ફૂટથી વધારે થઈ ગઈ છે. દૂર-દૂરથી લોકો આ ચમત્કારી શિવલીંગને જોવા માટે આવે છે. પૂજારીની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો શિવલિંગની દર વર્ષે ૧ ઇંચ જેટલી ઉંચાઈ વધે છે. અહીનાં સ્થાનીય લોકોનું પણ કહેવાનું છે કે આ શિવલીંગનો આકાર સદીઓથી વધી રહ્યો છે. તેમણે પોતાની આંખોથી આ શિવલિંગના આકારને વધતાં જોયો છે. સ્થાનીય લોકોની માન્યતા અનુસાર તો આ શિવલીંગ પહેલાં નાનું હતું પરંતુ દર વર્ષે તેની લંબાઈ એ રીતે વધતી ગઈ કે તે હવે ૯ ફૂટનું થઈ ગયું છે.
આ શિવલિંગ સાથે ઘણા પ્રકારની ખાસિયત પણ જોડાયેલી છે. આ શિવલંગ ધરતી પર જેટલું ઉપર છે એટલું જ ધરતીની નીચે પણ સમાયેલું છે. શિવલીંગ સાથે ઘણા પ્રકારની વાર્તાઓ પણ જોડાયેલી છે. સ્થાનીય લોકો પ્રમાણે તો જે દિવસે આ શિવલિંગ પાતાળ લોકને સ્પર્શ કરી લેશે, તે દિવસે આ દુનિયા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. તે દિવસે દુનિયાનો અંત નિશ્ચિત છે.
શાસ્ત્રમાં આ શિવલિંગનો ઉલ્લેખ મળે છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શિવ એ યુધિષ્ઠિરને એક ચમત્કારી મણી સોંપી હતી, જે મણીને યુધિષ્ઠિરે મતંગ ઋષિને આપી દીધી હતી. કોઈ રીતે આ મણી રાજા હર્ષવર્ધન પાસે આવી ગઇ. રાજાએ આ મણીને જમીન નીચે દાટી દીધી. કથા અનુસાર આ મણી જમીનમાં દાટી દીધા બાદ તેનો આકાર વધવા લાગ્યો અને તેણે શિવલિંગનું રૂપ લઈ લીધું. મંતગેશ્વેર મંદિરમાં સ્થિત આ શિવલિંગનું નિર્માણ મણીથી થયું છે.
મધ્યપ્રદેશના છત્તરપુરના ખજૂરાહોમાં સ્થિત મંતગેશ્વેર મંદિરનું નિર્માણ ચંદેલ વંશના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરને નવમી શતાબ્દીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. મંતગેશ્વેર મંદિર ૩૫ ફૂટના ક્ષેત્રમાં ફેલાયેલું છે. મંદિરનું ગર્ભગૃહ ખૂબ જ સુંદર છે. મંતગેશ્વેર મંદિર લગભગ ઈ.સ. ૯૦૦ થી ૯૨૫ ના સમયનું માનવામાં આવે છે. મંદિરની વાસ્તુકલા ખજુરાહોના અન્ય મંદિરથી અલગ છે અને મંદિરના સ્તંભ અને દિવાલ પર ખજૂરાહોનાં અન્ય મંદિરની જેમ કામુક પ્રતિમાઓ બનાવવામાં આવી નથી.
કઈ રીતે આ શિવલિંગનો આકાર વધી રહ્યો છે, તેના પર પણ ઘણી શોધ કરવામાં આવી હતી પરંતુ વૈજ્ઞાનિકોના હાથે કંઈ લાગ્યું નહિ. વૈજ્ઞાનિકોએ આ શિવલિંગનાં રહસ્યને શોધવાની કોશિશ કરી પરંતુ તેઓ તેમાં નિષ્ફળ નાકામ રહ્યા અને આજ સુધી શિવલિંગના વધવાનું કોઈ કારણ જાણી શકાયું નથી.
મંતગેશ્વેર મંદિર જવાનો સૌથી સારો સમય ઓક્ટોબર થી ફેબ્રુઆરી મહિનાનો છે. આ સમયે દુનિયાભરના લોકો આ મંદિરમાં આવે છે અને ભગવાનના દર્શન કરે છે. ખજુરાહોમાં એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પણ છે, એટલા માટે દેશનાં કોઇપણ ખુણેથી અહીં પર સરળતાથી પહોંચી શકાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268