ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. આખરે તેમના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજકુમારનું નામ સૌથી આગળ લેવામાં આવી રહ્યું હતું. આ સાથે ચીફ સેક્રેટરીના પદ માટે બીજા એક ઓફિસર પણ દાવેદાર હતાં. હાલમાં ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. રાજીવકુમાર ગુપ્તા પણ પંકજકુમાર જેટલા જ સિનિયર ઓફિસર છે. તેઓ પણ 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે. આ બંનેના નામ મુખ્ય રેસમાં હતાં. ત્યારે આખરે પંકજકુમારના નામ પર ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે અંતિમ મહોરા મારી દેવામાં આવી છે.
ચીફ સેક્રેટરીના પ્રબળ દાવેદાર એવા પંકજકુમારનું મૂળ વતન પટના-બિહાર છે. તેઓ IIT કાનપુરમાં સિવિલ એન્જીનિયરીંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. એ ઉપરાંત પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં તેમણે MBA કર્યું છે. બીજી તરફ અલ્હાબાદ-ઉત્તરપ્રદેશના વતની એવા રાજીવકુમાર ગુપ્તા પોલિટિકલ સાયન્સમાં MA થયેલા છે. ઇન્ટરનેશનલ લૉ માં તેમણે Phd કર્યું છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, ટોક્યોમાં તેમણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને એનવાયર્નમેન્ટલ ગવર્નન્સમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ 31મી ઓગષ્ટે વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેઓએ ગઇ કાલની કેબિનેટમાં હાજરી આપીને તમામનો આભાર વ્યક્ત કર્યો હોવાથી હવે તેમને વધુ એક્સટેન્શન મળવાની સંભાવના હવે નહીવત બની ગઇ છે. તેમના અનુગામી તરીકે ગુજરાતના સિનિયર ઓફિસર પંકજકુમાર અને ડૉ. રાજીવકુમાર ગુપ્તાના નામની અટકળો ચાલી રહી છે, પરંતુ ગુજરાત સરકારના વહીવટમાં આ સર્વોચ્ચ પદ અંગેનો આખરી નિર્ણય કેન્દ્રમાંથી થવાની સંભાવના છે.
અત્રે તમને જણાવી દઇએ કે, અનિલ મુકિમ 31મી ઓગષ્ટ 2020માં નિવૃત્ત થવાના હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમને બે વખત છ-છ મહિનાનું એક્સટેન્શન આપ્યું હોવાથી તેમનો કાર્યકાળ 31મી ઓગષ્ટ 2021 સુધી લંબાયો હતો પરંતુ હવે તેમની નિવૃત્તિમાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે નવા ચીફ સેક્રેટરી માટેની પસંદગી શરૂ કરી દીધી છે. હવે સિનિયર મોસ્ટ આઇએએસ અધિકારી અને ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવતા 1986ની બેચના પંકજકુમારની આ પદ માટે શક્યતા વધી જાય છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268