કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માં કાર્ડની સહાય માટે પહેલા 2 દિવસ લાગતાં હતા જેથી લાભાર્થીઓને મોટી મુશ્કેલીઓ પડતી હતી. પણ સરકારે આ પરેશાનીને ધ્યાને રાખી મા કાર્ડ ધરાવતા લોકો માટે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની મા કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી કરવાની ફીરાકમા છે જેથી હવે ગણતરીના કલાકોમાં જ સહાય સીધી જ ચૂકવી દેવાશે.
માં કાર્ડ, ગુજરાત સરકારની આ યોજનાનો અનેક ગરીબ પરિવારો લાભ લઈ રહ્યા છે. સરકારની આ યોજનાને વધુ સરળ અને ગામડાના અંતિમ ગરીબ સુધી પહોંચે તે માટે મોટા પાયે આયોજન કરી રહી છે. જેમાં લાભાર્થીઓને પડતી તકલીફો પર સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. હવે લાભાર્થીને મળતી સહાયમાં પડતી મુશ્કેલીને ધ્યાને લેવાઈ છે. અત્યાર સુધી લાભાર્થીઓને સહાય માટે 2 દિવસ લાગતા હતા, જેથી હોસ્પિટલ તંત્ર અને માં કાર્ડ ધારકો રૂપિયા વગર રઝળી પડતાં હતા. પણ હવે સહાય ગણતરીના કલાકોમાં જ ચૂકવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માં કાર્ડની સહાય લાભાર્થીને 3 કલાકથી ઓછા સમયમાં મળશે.
2 દિવસમાં ચૂકવાતી સહાય 3 કલાકમાં જ ચૂકવી દેવા માટે સરકારે મોટા પાયે આયોજન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારની માં કાર્ડ માટે ગ્રીન કોરિડોર સિસ્ટમ ઊભી કરશે જેમાં સરકારી હોસ્પિટલમાં સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવામાં આવશે. જ્યાંથી લાભાર્થીઓ તરફ લાભ મેળવી શકશે. આ આયોજનને સુચારું રીતે જમીન પર ઉતારવા સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય મિત્રની નિમણુંક કરવામાં આવશે જે દરેક માં કાર્ડ ધારકોને રકમ વધુ ઝડપથી મળે તે માટે કામ કરશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268