હાલમાં જ એક સ્માર્ટફોનમાં આગ લાગ્યા બાદ અમેરિકામાં એક ફ્લાઈટને ખાલી કરવી પડી હતી. આમતો સ્માર્ટફોનમાં આ સંભાવના ખૂબ ઓછી હોય છે પરંતુ આ સંભાવના એ વાત પર પણ નિર્ભર કરે છે કે આપણે પોતાના ડિવાઈસનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ. મોટાભાગે સ્માર્ટફોનમાં ઝડપી ચાર્જિંગ ક્ષમતાઓની સાથે લગભગ 4500mAh અને તેનાથી વધારેની શક્તિશાળી બેટરી હોવાના કારણે તમારા સ્માર્ટફોનને સાવધાની પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તમે ભલે કોઈ પણ બ્રાન્ડના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ પરંતુ એવી પણ ઘણી ઘટનાઓ સામે આવી છે જ્યાં નવા ફોનની બેટરી વગર કોઈ ચેતાવણીએ ફટી ગઈ છે. મોટાભાગના કેસમાં સ્માર્ટફોન બ્રાન્ડ્સે તેને યુઝર્સની ભૂલ હોવાનો દાવો કર્યો છે.
જો તમે ફોન પાડો છો અને તેને કોઈ નુકસાન થાય છે તો તેનો ઉપયોગ કરવાનું તરત બંધ કરી દો અને સર્વિસ સેન્ટર પર ડિવાઈઝની તપાસ કરાવો. આવું એટલા માટે છે કારણ કે એક તૂટેલા ડિસ્પ્લે અથવા બોડી ફ્રેમમાં પાણી અથવા પરસેવો એન્ટર કરી શકે છે અથવા બેટરી ઉપયોગ કરવા લાયક નથી રહેતી. ડેમેજ ફોનનો ઉપયોગ કરવો જોખમ ભર્યું હોઈ શકે છે.
ફાસ્ટ ચાર્જિંગ એડેપ્ટરનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાન રહેવું જોઈએ. હંમેશા તેનો જ ઉપયોગ કરો જે તમારા સ્માર્ટફોન સાથે આવ્યું છે. વધારે પાવર રેટિંગ વાળા ચાર્જરનો ઉપયોગ કરવાથી તમારા ફોનની બેટરી પર લોડ પડે છે.
ક્યારેય થર્ડ પાર્ટી અથવા નકલી બેટરીનો ઉપયોગ ન કરો. આવી બેટરીઓનો ઉપયોગ કરવાથી સુરક્ષા સંબંધી ગંભીર સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ખરાબ લિથિયમ-આયન બેટરી વધારે ગરમ થાય છે અને તે આગ પકડી ફાટી શકે છે.
જો તમને જાણ થાય કે સ્માર્ટફોન ડિવાઈસ સામાન્ય કરવા વધારે ગરમ થઈ રહ્યો છે તો તેને એક બાજુ સાઈડમાં મુકી દો. તેવા સમયે ચાર્જિંગ ન કરો અને તેને પોતાનાથી દૂર રાખો.
કાર ચાર્જિંગ એડોપ્ટરનો ઉપયોગ કરવાની તુલનામાં ડ્રાઈવિંગ વખતે ફોનને ચાર્જ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરવો વધારે સુક્ષિત છે. એવું એટલા માટે કારણ કે ભારતમાં કાર માલિક થર્ડ પાર્ટી વેન્ડરથી એક્સેસરીઝ ઈન્સ્ટોલ કરાવે છે અને એવામાં વાયરિંગની ઈન્ટિગ્રિટી સાથે છેડછાડ થઈ શકે છે. તેના કારણે પાવર અચાનક વધે છે અને તમારો ફોન ફાટી શકે છે.
તમારો ફોન આખી રાત ચાર્જ કરવો અને ફોનને હંમેશા 100 ટકા ચાર્જ કરવો યોગ્ય નથી. 90 ટકા બાદ બેટરી ચાર્જ કરવી બંધ કરી દેવી જોઈએ. કારણ કે તેનાથી બેટરીની લાઈફ વધે છે.
સુનિશ્ચિત કરો કે ચાર્જ કરતી વખતે તમારો ફોન સીધો તાપ આવતો હોય તેવી જગ્યા પર ન હોય.
પોતાના સ્માર્ટફોન પર વધારે દબાણ ન મુકો. ખાસ કરીને ચાર્જ કરતી વખતે તેના પર દબાણ ન પડવું જોઈએ.
પાવર સ્ટ્રિપ અથવા એક્સટેન્શન કાર્ડ ઉપયોગ કરવાથી શોર્ટ સર્કિટનો ખતરો વધી જાય છે.
લોકલ રિપેર શોપ પર પોતાના સ્માર્ટફોનને રિપેર કરવા ન આપો. ફક્ત ઓથોરાઈઝ્ડ કંપની સર્વિસ સેન્ટર પર જ જાઓ. લોકલ દુકાનોમાં કોઈ ખાસ સાધનોના અભાવથી રિપેર કરવામાં ગડબડી થઈ શકે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268