બંગાળી અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ દીકરાને જન્મ આપ્યો છે. નુસરત જહાંએ આજે ગુરુવારે કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. નુસરત જહાં પ્રથમ વખત માતા બની છે. આ સમાચાર સાંભળીને તેમના ફેન્સ ખુશ થયા છે.
નુસરત જહાંને બુધવારે કોલકાતાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બંગાળી ન્યૂઝપેપર આનંદ બજાર પત્રિકાના અહેવાલ પ્રમાણે, નુસરતે ડોક્ટર્સને ખાસ વિનંતી કરી હતી કે ડિલિવરી સમયે યશને તેની સાથે રહેવા દે. નોંધનીય છે કે, નિખિલ જૈન સાથે લગ્નમાં અણબણાવના અહેવાલો વચ્ચે એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે નુસરત, યશ દાસગુપ્તા સાથે રિલેશનશિપમાં છે.
નુસરત જહાંએ વર્ષ ૨૦૧૯માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જે બાદ સંબંધોમાં તણાવ બાદ તેઓ બન્ને ૨૦૨૧માં અલગ થયા. જે બાદ નુસરતે સોશિયલ મીડિયામાં પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી અને સતત એક્ટિવ રહેતી નુસરતે બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી હતી. હવે નુસરતના દીકરાની ઝલક જોવા માટે ફેન્સમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268