ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારો માટે કોરોનાની ગાઇડલાઇન અને એસઓપી અન્વયે રાત્રિ કર્ફ્યૂ અને અન્ય નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિ કર્ફ્યૂ રાતે 1 વાગ્યા બાદ જ્યારે ગણેશોત્સવના 10 દિવસો દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે. હાલ રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી લઇને સવારે છ વાગ્યા સુધીનું રહેલુ છે જ્યારે હવે આ જોગવાઇઓ લાગુ કરાશે.
આ સિવાય જન્માષ્ટમીએ મંદિરમાં તથા ગણેશોત્સવના પંડાલોમાં 200 જેટલાં લોકોને દર્શન-પૂજા-આરતી વગેરે માટે હાજર રહેવા માટે છૂટ અપાઈ છે. આ દરમિયાન પ્રસાદ વિતરણ પણ કરી શકાશે. તેમ છતાં આયોજકો અને દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી બનશે. તેના માટે દરેકે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે તથા દર્શન માટે મંદિરો અને પંડાલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ઊભાં રહેવાં બે ફૂટના અંતરે કુંડાળા કરવા જરૂરી છે. જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ આપવામાં આવશે પરંતુ મટકી ફોડ કાર્યક્રમ કે લોકમેળાનું આયોજ કરી શકાશે નહીં.
જ્યારે સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેમ છતાં દર્શન પૂજન સિવાય અન્ય કોઇ જ ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકશો નહીં. તેની સાથે ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી અપાઈ છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268