અફઘાનિસ્તાનમાં ફરી પોતાની સરકાર રચવાની તૈયારી કરી રહેલા તાલિબાનને પંજશીરના ફાઈટર્સ તગડી ટક્કર આપી રહ્યા છે. તાલિબાન વિરોધી ફોજ તાલિબાની ફાઈટર્સ સામે આકરો પડકાર સર્જી રહી છે. એક તરફ પંજશીરમાં બંને પક્ષો વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે તો બીજી બાજુ બગલાન પ્રાંતમાં તાલિબાનને ભારે મોટો ઝાટકો લાગ્યો છે. દાવા પ્રમાણે એક હુમલામાં ત્યાં 300 તાલિબાનીને ઠાર મારવામાં આવ્યા છે અને અનેકને કેદ કરી લેવામાં આવ્યા છે.
બગલાનના અંદ્રાબ ખાતે તાલિબાનીઓ પર સંતાઈને ભારે મોટો હુમલો કરવામાં આવેલો. તેમાં તાલિબાનીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. તાલિબાન વિરોધી ફાઈટર્સ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તે હુમલામાં 300 તાલિબાનીઓને મારી નાખવામાં આવ્યા છે. ઉપરાંત અનેક તાલિબાનીઓને કેદ કરવામાં આવ્યા હોવાના પણ સમાચાર છે.
અફઘાનિસ્તાનના ઉપ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે પણ આ હુમલા તરફ ઈશારો કર્યો છે. એક ટ્વીટ દ્વારા તાલિબાન વિરૂદ્ધ કટાક્ષ કરતા લખ્યું છે કે, જ્યારથી તાલિબાનીઓ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે, તેના માટે એક પીસમાં જીવતા પાછા આવવું પણ એક પડકાર હતો. હવે તાલિબાને પંજશીરમાં પોતાના ફાઈટર્સની સંખ્યા વધારી દીધી છે.
તાલિબાન વિરોધી ફાઈટર્સે અફઘાનિસ્તાનના ઉત્તરી બગલાન પ્રાંતના 3 જિલ્લાઓમાંથી તાલિબાનને બહાર કર્યું હતું. શુક્રવારે તેમણે પુલ એ-હિસાર, દેહ સલાહ અને બાનૂ જિલ્લા પર કબજો જમાવ્યો હતો પરંતુ તાલિબાને શનિવારે ફરી બાનૂ પર કબજો મેળવ્યો હતો. હવે બચેલા 2 જિલ્લાને પાછા મેળવવા તાલિબાન લડી રહ્યું છે. બીજી બાજુ તાલિબાની ફાઈટર્સ પંજશીર તરફ આગળ વધી રહ્યા છે. તેઓ ત્યાં એક મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.
જોકે પંજશીરના નેતા અહમદ શાહ મસૂદના 32 વર્ષીય દીકરા અહમદ શાહે પડકાર ફેંક્યો છે કે, તે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારો તાલિબાનને નહીં સોંપે. સાથે જ એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, તે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ જો તાલિબાન સાથેની વાતચીતનું કોઈ પરિણામ ન આવ્યું તો યુદ્ધને કોઈ નહીં ટાળી શકે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268