ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક્સ કંપની Xiaomi ટેક્નોલોજીની બાબતમાં હરીફ કંપનીઓથી એક કદમ આગળ નીકળી ગઈ છે. હાલમાં જ તેણે ઝ્રઅહ્વીર્ડ્ઢિખ્ત નામનો પોતાનો પહેલો રોબોટ રજૂ કર્યો છે. આ સાથે જ તેણે ટેક્જગતમાં અન્ય કંપનીઓ કરતાં એક પગલું આગળ માંડી દીધું છે. કંપનીનું કહેવું છે કે આ એક પ્રયોગાત્મક, ઓપન સોર્સ મશીન છે જેમાં અમર્યાદિત શક્યતાઓ રહેલી છે. એક બ્લોગ પોસ્ટમાં સાઇબરડોગ વિશે જણાવાયું છે કે તે પાવરફુલ, સટીક અને ર્સ્ફૂિતલો છે. તે ઈનહાઉસ વિકસિત સર્વો મોટર્સને પેક કરે છે જે શાનદાર સ્પીડ, એજિલિટી અને મોશનની એક ડિટેલ્ડ સિરીઝમાં ટ્રાન્સલેટ કરે છે.
મહત્તમ ટોર્ક આઉટપુટ અને ૩૨.એન.એમ- ૨૨૦ આરપીએમ સુધીની રોટેશન સ્પીડ સાથે સાઇબર ડોગ ૩.૨ એમ-એસ સુધી હાઈસ્પીડ મૂવમેન્ટ અને બેકફ્લિપ જેવાં મુશ્કેલ કામોને કરવામાં પણ સક્ષમ છે. કંપની શરૃઆતમાં રોબોટના માત્ર એક હજાર યુનિટ જ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે અને તે દરેકની કિંમત ૯૯૯૯ યુઆન કે લગભગ ૧.૧૪ લાખ રૃપિયા હશે. આ પ્રોડક્ટ જોકે ભારતમાં લોન્ચ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268