શ્રાવણ મહીનાની પૂર્ણિમા એટલે ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇની લાંબી ઉંમર અને સુખાકારી માટે ભાઇના કાંડા પર રક્ષા દોરી બાંધે છે. ત્યારે આ વર્ષે 22 ઓગસ્ટ એટલે આવતીકાલે રવિવારના દિવસે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન ને ભાઇ-બહેનનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો, આ વર્ષે રક્ષાબંધનનો દિવસ શા માટે વધુ ખાસ બનવા જઇ રહ્યો છે? તો અમે આપને જણાવી દઇએ કે આ વર્ષે રક્ષાબંધનના પવિત્ર દિવસે 50 વર્ષ બાદ શુભ સંયોગ બનવા જઇ રહ્યો છે. તેથી બહેને પોતાના ભાઇને રાખડી બાંધતા પહેલા આ કામ જરૂર કરી લેવું જોઇએ. જેથી ભાઇની સુખાકારીની પ્રાર્થના સફળ થાય.
રક્ષાબંધનના પર્વ પર આ વર્ષે વિશિષ્ટ યોગ બની રહ્યો છે. 50 વર્ષ બાદ સર્વાર્થસિદ્ધિ, કલ્યાણક, મહામંગલ અને પ્રીતિ યોગ એક સાથે બનશે. આ પહેલા વર્ષ 1981માં આ ચારેય યોગ એક સાથે બન્યા હતા. આ ચારેય યોગથી રક્ષાબંધનનું મહત્વ વધી ગયું છે. આ મધ્ય ભાઇ અને બહેન માટે રક્ષા બંધનની વિધિ વધુ કલ્યાણકારી હશે.
આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા નહીં હોય. બહેનો સૂર્યોદય બાદ ગમે ત્યારે ભાઇઓને રાખડી બાંધી શકશે. પરંતુ આ પહેલા બહેનોએ રાખડી ભગવાનને અર્પિત કરવી. હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર, સૌથી પહેલા દેવતાઓને રાખડી બાંધીને તેમને ભોગ લગાવવો જોઇએ. ત્યાર બાદ ભાઇઓને રાખડી બાંધો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બહેનોને ઇચ્છિત ફળ આપે છે અને ભાઇઓના ઘરને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.
સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશને રાખડી બાંધવી જોઇએ. ત્યાર બાદ અન્ય દેવતાઓ જેમ કે ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવા હનુમાન અને તમારા ઈષ્ટ દેવને રાખડી અર્પિત કરો. ત્યાર બાદ ભાઇઓને રાખડી બાંધો.
રાખડી બાંધવા માટે આ મુહુર્તો છે સૌથી શ્રેષ્ઠ
આ વર્ષે રક્ષાબંધન નિમિત્તે ભદ્રાનો છાયો પડતો નથી. તેથી સૂર્યોદયથી લઇને સાંજના 5.33 સુધી ગમે ત્યારે રાખડી બાંધી શકાશે. આ માટેના શ્રેષ્ઠ મુહુર્તો આ અનુસાર છે.
બ્રહ્મ મુહુર્ત – સવારે 4.26 વાગ્યાથી સવારે 5.10 વાગ્યા સુધી
અભિજીત મુહુર્ત – સવારે 11.58 વાગ્યાથી બપોરે 12.50 વાગ્યા સુધી
વિજય મુહુર્ત – બપોરે 2.34 વાગ્યાથી બપોરે 3.26 વાગ્યા સુધી
ગોધૂલિ મુહુર્ત – સાંજે 6.40 વાગ્યાથી સાંજ 7.05 વાગ્યા સુધી
અમૃત કાળ – સવારે 9.34 વાગ્યાથી સવારે 11.07 વાગ્યા સુધી
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268