Shantishram News, Diyodar, Gujarat.
ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલે આજરોજ
બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે
કાંકરેજ તાલુકાના રાનેરના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર
સુરેશ ડી.શાહની વરણી કરતાં બનાસવાસીઓમાં આનંદની લાગણી છવાઇ છે
કાંકરેજી સમાજના પ્રગતિ મંડળના મંત્રી તરીકે તાજેતરમાં વરણી પામેલ
સુરેશ ડી. શાહ ની બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણૂક થતાં
કાંકરેજી સમાજ તથા બનાસકાંઠા જિલ્લા જૈન સમાજ નુ ગૌરવ વધાર્યું છે
બનાસકાંઠા જિલ્લામાં આવેલ નવ વિધાનસભા ક્ષેત્ર તથા ૨૧ તાલુકામાં
ભાજપના પ્રભારી તરીકે જૈન સમાજના યુવાનને વરણી પામતાં જૈન સમાજે ગૌરવની લાગણી અનુભવી છે.
કાંકરેજી સમાજના જૈન અગ્રણીઓ જે. વી. શાહ તથા શાંતિલાલ ભગત તેમજ
જિલ્લાના જૈન અગ્રણીઓ સુરેશભાઈ મહેતા, બાબુલાલ દોશી, અમૃતલાલ શેઠ આદી
જૈન અગ્રણીઓને અગાઉ રાજકીય મોભો મળ્યા બાદ
હાલે બનાસકાંઠા જિલ્લામાં રાજકીય લેવલે જૈન સમાજ માં શૂન્યાવકાશ દેખાઈ રહ્યો હતો
ત્યારે સુરેશ શાહ ની સત્તાધારી ભાજપ પક્ષના બનાસકાંઠા જિલ્લા પ્રભારી તરીકે વરણી થતાં
જૈન સમાજે આનંદ અને ગૌરવ અનુભવ્યો છે.
સુરેશ શાહ માં પડેલી શક્તિ તથા કુનેહ જીલ્લા તથા ભાજપ પક્ષ માટે મહત્વ પૂર્ણ સાબિત થશે..
Banaskantha, Jilla, Bhajap, BJP, Suresh Shah Jilla Prabhari Surat Kankrej Jain Samaj
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268