21 વર્ષ સાથે રહ્યા બાદ આખરે આ વર્ષે લિયોનેલ મેસ્સી એ બાર્સેલોના ક્લબ છોડી દીધી. મેસ્સી સાથે બાર્સેલોના નો સોદો આ વર્ષે 30 જૂને સમાપ્ત થયો. જે પછી એવા અહેવાલો પણ આવ્યા હતા કે, મેસ્સી 50 ટકા કાપ સાથે પણ ટીમ માટે રમવા માટે તૈયાર છે. જો કે આવું થયું ન હતું. મેસ્સીને આખરે તેની બાળપણની ક્લબ છોડવી પડી.
મેસ્સીની વિદાય તેમના ચાહકો માટે ભાવનાત્મક પ્રસંગ હતો. મેસ્સી માટે તે સરળ નહોતું. જ્યારે મેસ્સી એ તેમના વિદાય સમારંભમાં પોતાનું ભાષણ આપ્યું ત્યારે તે સમગ્ર રમત જગત માટે ભાવનાત્મક ક્ષણ બની ગઈ. આ દરમિયાન મેસ્સી ખૂબ રડ્યો હતો. બાર્સેલોના ના પ્રેક્ષકો અને મીડિયાના સભ્યોએ ઉભા થઈ ગયા હતા અને મેસ્સીને અભિવાદન આપ્યું.
જ્યારે આ મહાન ખેલાડી તેમના ભાષણ દરમિયાન તેના આંસુ રોકી શક્યા નહીં, ત્યારે તેની પત્ની એન્ટોનેલાએ તેને સાફ કરવા માટે એક ટીશ્યુ પેપર આપ્યું. આ ટીશ્યુ લોકપ્રિય વેબસાઇટ ‘મર્કાડો લિબ્રે’ સુધી પહોંચી. અહેવાલો અનુસાર, મેસ્સી ના આંસુથી ભરેલું આ ટીશ્યુ પેપર લગભગ 7.43 કરોડ રૂપિયામાં વેચાય છે.
મેસેડ્યુયો નામનો માણસ મેસ્સીના આંસુવાળું ટીશ્યુ વેચી રહ્યો છે. આ વ્યક્તિનો દાવો છે કે, આ ટીશ્યુમાં મેસ્સીની આનુવંશિકતા પણ શામેલ છે,
મેસ્સી હવે ‘પેરિસ સેન્ટ જર્મન’માં જોડાયો છે. મેસ્સી 29 ઓગસ્ટ અથવા 12 સપ્ટેમ્બરે PSG માટે ડેબ્યુ કરી શકે છે. લિયોનલ મેસ્સીએ PSG સાથે બે વર્ષનો કરાર કર્યો છે. મેસ્સીની સાથે નેમાર પણ આ ટીમમાં રહેશે, જે લાંબા સમયથી બાર્સેલોનામાં પણ તેનો ભાગીદાર રહ્યો છે.
લિયોનેલ મેસ્સી એ બાર્સેલોના છોડ્યા બાદ કહ્યું કે તે બીજી ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતવા માટે યોગ્ય સ્થાને છે, અને પેરિસ સેન્ટ-જર્મૈન (PSG) માં જોડાવા માટે નેમારની સાથે રમવાનું મહત્વનું કારણ છે.
મેસ્સી ફૂટબોલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓમાંનો એક છે. બાર્સેલોના સાથેનો તેમનો તાજેતરમાં સમાપ્ત થયેલ કરાર તેમનો સૌથી મોટો અને સૌથી મોંઘો હતો. 2017 નો કરાર વિશ્વનો સૌથી મોંઘો ફૂટબોલ કરાર છે. આ મુજબ તેને 5 વર્ષમાં 550 મિલિયન યુરો (લગભગ 442 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા હતા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268