ઈલેકટ્રીક વાહનો માટે સારા સમાચાર છે જો તમારી પાસે પોતાની ઈ-કારમાં દિલ્હીથી ચંદીગઢ જવા ઈચ્છો છો તો મજાથી જઈ આવો કારણ કે હવે ચાર્જીંગની કોઈ મુશ્કેલીઓ ઉભી થશે નહી. સરકારે આ હાઈવેને દેશનો પહેલો ઈ-વાહન ફ્રેન્ડલી હાઈવે ગણાવ્યો છે.
ભારી ઉદ્યોગમંત્રી મહેન્દ્રનાથ પાંડેએ ગુરુવારે હરિયાણાના કર્ણલેક રિસોર્ટમાં અત્યાધુનિક ચાર્જીંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યુ છે. તેમને કહ્યું કે વડાપ્રધાને આપેલ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલુ છે. હવે આ હાઈવે પર 19 ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જે દર 25થી30 કિલોમીટરના અંતરે હાજર છે. નવા સ્ટેશનથી હાઈવે પર ઈ-વાહનો ચાર્જીંગની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે.
કાર્ગલેક રીસોર્ટમાં સ્થાપિત ઈવી ચાર્જીંગ સ્ટેશન, દિલ્હી, ચંદીગઢ હાઈવેના મધ્યબિંદુ પર સ્થિત છે તે દેશમાં ચાલતી તમામ પ્રકારની ઈ-કાર ચાર્જ કરવામાં સક્ષમ છે. ખાસ વાત એ છે કે તે સૌર ઉર્જાથી સંચાલન કરવામાં આવી રહી છે. સરકારના જણાવ્યા મુજબ ભારત કેવી ઈલેકટ્રીકસ લિમીટેડ આ વર્ષે આ હાઈવે પરના તમામ સ્ટેશનોને અપગ્રેડ કરવાનું કામ કરી રહ્યું છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268