સમગ્ર ભારતમાં 15 ઓગસ્ટ રવીવારના રોજ દેશના 75માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. સાથે જ જોરશોરથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
પરંતુ શું તમે જાણો છો કે દેશના કેટલાક ગામો એવા પણ છે, જ્યાં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી 18 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. 18 ઓગસ્ટના દિવસે એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને ગ્રામ લોકો આનંદ ઉલ્લાસથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. તો આવો જાણીએ એ ગામો વિશે વિગતે.
બાંગ્લાદેશની સરહદે પશ્ચિમ બંગાળના ઘણા ગામો દર વર્ષની જેમ, 18 ઓગસ્ટ બુધવારે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી શકે છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના નાદિયાના કેટલાક વિસ્તારો એવા વિસ્તારોમાં રહ્યા છે કે જે આઝાદી દરમિયાન વિવાદમાં રહ્યા હતા. તેના લીધે તેઓ સમગ્ર દેશના બે દિવસ પછી સત્તાવાર રીતે 18 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
આ વિસ્તારોમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે, જોકે આ ઉજવણીઓ સાથે કોઈ સરકારી જોડાણ નથી. આ પરંપરા શરૂ થઈ કારણ કે ભાગલા દરમિયાન બંગાળના ઘણા સરહદી વિસ્તારો વિવાદિત હતા. દાખલા તરીકે, Bongaon 15 ઓગસ્ટ, 1947 પછી બે દિવસ માટે પૂર્વ પાકિસ્તાન નો એક ભાગ હતો, જ્યારે ભારતને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. Bongaon ઉપરાંત, નાદિયા જિલ્લાના અન્ય નગરો – રાણાઘાટ અને કૃષ્ણનગર પણ દર વર્ષે 18 ઓગસ્ટે તિરંગો ફરકાવવા માટે જાણીતા છે.
બીજી ત્રણ વસાહતો નાદિયા જિલ્લામાંથી મેહરપુર, ચુઆદાનગા અને કુશ્તીયા હવે બાંગ્લાદેશ નો એક ભાગ છે. ઈતિહાસિક રેકોર્ડ મુજબ, નાદિયા જિલ્લામાં જે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો હતા, તેમના બાંગ્લાદેશમાં સમાવેશ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. 17 ઓગસ્ટ, 1947 ની રાતે તે વિસ્તારોને ભારતનો ભાગ જાહેર કરવામાં આવ્યા હતા.
એક અધિકારીએ અગાઉના આવી એક ઉજવણીના પ્રસંગ દરમિયાન ન્યૂઝ એજન્સી IANS ને જણાવ્યું હતું કે,”રાણાઘાટ શહેરમાં દર વર્ષે 18 ઓગસ્ટના રોજ એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે અને નજીકના ગામોમાં અન્ય નાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કેટલાક વિવાદોને કારણે નાદિયાના મોટા ભાગને શરૂઆતમાં પૂર્વ પાકિસ્તાનનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ભારતીય મુખ્ય ભૂમિમાં સામેલ કરવામાં આવ્યો હતો.”
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268