WhatsAppએ તેની પેમેન્ટસર્વિસમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જેમાં તમે પૈસા મોકલતી વખતે તે પાછળનું કારણ પણ ઉમેરી શકો છો. આ નવા ફીચર દ્વારા વોટ્સએપ યુઝર્સ વોટ્સએપ દ્વારા બનાવેલ વિવિધ આર્ટફુલ એક્સપ્રેશન્સનો ઉપયોગ કરી શકશે. આમાં, તમને જન્મદિવસ, રજા અથવા ભેટ અને મુસાફરી માટે ચૂકવણી વિશે પહેલેથી જ આર્ટફુલ એક્સપ્રેશન્સ મળશે.
વોટ્સએપે કહ્યું કે આ ફીચર અપડેટનો મુખ્ય હેતુ મિત્રો અથવા પરિવારને પૈસા મોકલતી વખતે એક્સપ્રેશન એલિમેન્ટ ઉમેરીને સેન્ડર અને રિસીવરને પર્સનલાઈજ્ડ એક્સપ્રેશન આપવાનો છે. તમને જણાવી દઈએ કે દેશના તમામ યુઝર્સ માટે WhatsApp પેમેન્ટ લાઈવ થઈ ગયું છે, જે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની ભાગીદારીમાં ડેવલપ કરવામાં આવ્યું છે. તે 227 બેન્કો સાથે રીઅલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ ઓફર કરે છે.
WhatsApp પર પેમેન્ટ બેકગ્રાઉન્ડ કેવી રીતે બદલવુ?
– વોટ્સએપ ચેટમાં અટેચમેન્ટ આઈકોન પર ટેપ કરો.
– પેમેન્ટ પર ટેપ કરો અને તમે જેટલી રકમ મોકલવા માંગો છો તે દાખલ કરો.
– આ પછી મોબાઈલ સ્ક્રીન પર હાજર સ્ટાર્સ આઈકોન પર ટેપ કરો અને તમારી પસંદગીનું બેકગ્રાઉન્ડ પસંદ કરો.
– આ કર્યા પછી UPI પીન દાખલ કરો અને પેમેન્ટ કરો.
અહીં ઉપલબ્ધ વીડિયોમાં તેના વિશે વધુ જાણી શકો છો
તમને જણાવી દઈએ કે વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ ફોટા અને વીડિયો માટે ‘View Once’ ફીચર ઉમેર્યું છે. આ ફીચર પહેલેથી જ બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ હતુ અને માત્ર Android ડિવાઈસ ધરાવતા યુઝર્સ જ એક્સેસ કરી શકે છે.
‘View Once’ ફીચર સ્નેપચેટથી પ્રેરિત છે અને આ મોડમાં મોકલવામાં આવેલા ફોટોસ અને વીડિયો માત્ર એક જ વાર જોઈ શકાય છે. એકવાર જોયા પછી ફોટો અને વીડિયો આપમેળે અદૃશ્ય થઈ જાય છે અને યુઝર્સ તેને ફરીથી જોઈ શકતા નથી.જો કે ફોટો અથવા વીડિયો મેળવનાર વ્યક્તિ સ્ક્રીનશોટ લઈ શકે છે કારણ કે કંપનીએ તેના પર પ્રતિબંધ મૂક્યો નથી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268