Shantishram News, Diyodar, Gujarat.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્ર્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આજથી રાજ્ય ભરમાં જન આશીર્વાદ યાત્રાનો (Jan Ashirwad Yatra) પ્રારંભ કરવામાં આવેલ. જેમાં બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની આગેવાની હેઠળ આ યાત્રા પરીભ્રમણ કરેલ
સર્વ પ્રથમ મા અંબાના દર્શનાર્થે પહોંચેલાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાથે સાંસદ પરબતભાઈ પટેલ, રાજસભાના સાંસદ દિનેશ અનાવાડીયા સહીત ઉત્તર ગુજરાત યાત્રાનાં ઇન્ચાર્જ ગોરધનભાઇ ઝડફિયા પણ જોડાયા હતા અને અંબાજીથી યાત્રા માટે પ્રસ્થાન થતાં અંબાજી ભાજપા મંડળ તેમજ યુવા મોરચા સહીત વિવિધ જ્ઞાતીઓના અગ્રણી દ્વારા તેમનું અભિવાદન સહ શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) 164 કિલોમીટરનાં રૂટ ઉપર પરીભ્રમણ કરેલ અને ઠેક ઠેકાણે યાત્રાના રૂટ ઉપર સ્વાગત કાર્યક્રમ પણ યોજાયા હતા
આ જન આશીર્વાદ યાત્રામાં પાલનપુર ખાતે સામાજીક કાર્યકર્તાઓ , વેપારીઓ, વેપારી મંડળો, એન.જી.ઓ અને રાજકીય આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
ત્યારબાદ આ યાત્રા દિયોદર (Diyodar) આવી પહોંચ્યા ભવ્ય સ્વાગત કરેલ.
પ્રારંભમાં સણાદર મંદિર પાસે ગુજરાત ક્ષત્રિય સેના દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
ત્યારબાદ યાત્રા ઠાકોર (Thakor) બોર્ડિંગ ખાતે પહોંચેલ જ્યાં પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે સૌને આવકારેલ.
બાદમાં ઠાકોર સમાજ દ્વારા દેવુંસિંહ ચૌહાણ (Devusinh CHauhan) નું સન્માન કરાયેલું યુવક મંડળ ,મહિલા પાંખ દ્વારા પણ સદારામ બાપુ નો ફોટો આપી બહુમાન કરાયેલ.
આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે સદારામ બાપા જેવા પવિત્ર આત્માની આ ભૂમિ હંમેશા પવિત્ર રહી છે
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ વિસ્તારના વિકાસ ને વેગવંતુ બનાવી રહ્યા છે
ત્યારે આપણે સૌએ સાથે મળી દેશના અને આ ભૂમિના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ
આ પ્રસંગે બનાસ ડેરી (Banas Dairy Chairman) ના ચેરમેન શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhari) તથા યાત્રાના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયા (Gordhanbhai Zafadiya) સહ ઇન્ચાર્જ ભરતભાઇ આર્ય ,
જિલ્લાના સંસદ પરબતભાઈ પટેલ (Parbatbhai Patel) તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેલા.
અંતમાં આભાર વિધિ ભવાનજી ઠાકોરે કરેલ.
ત્યારબાદ આ યાત્રા ભાભર ખાતે પહોચેલ જ્યાં લોકો ની અભૂતપૂર્વ મેદની એ આ યાત્રાનું સ્વાગત કરેલ અને સભા યોજાયેલ.
આ જન આશીર્વાદ યાત્રા બનાસકાંઠા જિલ્લાનાં 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાનાં ધામ ટોટાણા ખાતે સમાપન કરાવામાં આવેલ (Kirtisinh Vaghela)
જેમાં કેન્દ્રિય મંત્રી શ્રી એ સદારામ ધામ ટોટાણાની મુલાકાત લીધેલ અને પૂજ્ય બાપુ ની સમાધિના દર્શન કરી આશીર્વાદ મેળવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268