75માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને સંદેશો આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે એકતા, ભાઈચારો અને સહિષ્ણુતાના ભાવ સાથે દેશને ઉન્નતિની નવી ઉંચાઈ પર લઈ જવા સમર્પિત થઈએ અને રાજ્ય અને દેશને વિકાસ, ઉન્નતિ માટે સમર્પિત થવું એ સ્વાતંત્ર્ય વીરોને ખરા અર્થમાં શ્રાધ્ધાંજલિ છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ સલામત, સુખી, સમૃદ્ધ, સશક્ત અને દિવ્ય ગુજરાત બનાવવા આહવાન કર્યું હતું.
આજના પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણો દેશ 75મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે એ સ્વાતંત્રતા આઝાદીના મૂળિયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ- કાંતિકારીઓ અનેક નામી અનામી શહીદો, પુણ્યાત્માઓનું આજના દિવસે સ્મરણ કરીને આપણે એમને વંદન કરીએ છીએ. વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષમાં બ્રિટિશરોની લાઠીઓ,ગોળીઓ ખાઈ ખાઈને વિરલાઓએ ફાંસીના તખતા ઉપર ચડીને આ મહામૂલી આઝાદી અપાવી છે.
આજના પ્રસંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, આ સ્વતંત્રતા પર્વ આપણા માટે આઝાદીના અમૃત મહોત્સવ બનીને રાષ્ટ્રભક્તિથી તરબતર થવાના અવસર તરીકે આવ્યું છે. આપણને જેમણે આઝાદી અપાવી એવા સપૂતોની સ્મૃતિ, એમના સપના સાકાર કરવા માટેનો આ અમૃત મહોત્સવ છે. આવનારા દિવસો આપણા છે. આગામી સદી પણ ભારતની છે. એવા દ્રઢ નિર્ધાર સાથે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ એવા અનેક ક્ષેત્રોમાં વિશ્વના વિકસિત દેશો સામે હરિફાઈમાં ભારત પણ શ્રોષ્ઠ બનવા આગળ વધવાનું છે. સલામત, સુખી, સમૃદ્ધ, સશક્ત અને દિવ્ય ગુજરાત બનાવવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.
માં ભારતીની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનાર એ વીર શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના પરિશ્રમની પરાકાષ્ઠાએ આપણે આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી કરવા એકદમ બડભાગી બન્યા છે.આ સ્વતંત્રતા પર્વ, આપણા માટે આઝાદીનો અમૃત મહોત્સવ બનીને રાષ્ટ્રભક્તિથી તરબતર થવાના અવસર તરીકે આવ્યું છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268