Shantishram News, Diyodar, Gujarat
પાલનપુર તાલુકાના
જગાણા સરકારી એન્જીનિયરીંગ કોલેજની હોસ્ટેલ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો ૭૨મો વન મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગીક પ્રવચનમાં વૃક્ષોનું મહત્વન સમજાવતાં જણાવ્યુંસ કે, વૃક્ષો મનુષ્યરના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. હજારો જીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિ્ના અસ્તિવત્વન માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો બનાવીએ.
તેમણે જણાવ્યું કે, નર્મદાના નીર અને વન મહોત્સવ અભિયાનથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છની ધરતી નંદનવન બની રહી છે. તેમણે કહ્યું કે, માણસને બાળપણમાં ઘોડીયું અને ઘડપણમાં લાકડીથી લઇ અંતિમક્રિયા સુધી લાકડાની જરૂર પડે છે ત્યારે આપણે દરેકે અમુક વૃક્ષો ઉછેરવાનો નિર્ધાર કરવો જોઇએ. મંત્રીશ્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીમાં આપણને સૌને ઓક્શિજનની કિંમત સમજાઇ છે ત્યારે દરેક વ્યક્તિ, સામાજિક સંસ્થાઓ, સ્કુલો, કોલેજો પણ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિમાં આગળ આવે તે સમયની જરૂરીયાત છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન અને સંવર્ધન કરવાની પ્રેરણાદાયી શરૂઆત કરાવી હતી. જેના લીધે ગુજરાતમાં અનેક સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે. વૃક્ષો ઉછેરવા માટે તાર ફેન્સીંગ અને સમયસર પાણી આપવા સહિત બાળકની જેમ તેની માવજત કરી તેનો ઉછેર કરવા મંત્રીશ્રીએ વન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. Vasanbhai Aahir
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વૃક્ષોના જતનને વરેલી આપણી મહાન સંસ્કૃતિમાં વૃક્ષ કાપવું એ પણ પાપ ગણાય છે ત્યારે વૃક્ષો વાવી તેની માવજત કરી ઉછેર કરીએ. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ૨૦૦૪ થી રાજયકક્ષાના વન મહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજયભરમાં વિવિધ જિલ્લાંઓમાં કરવાની શરૂઆત કરતાં પ્રજા હવે ઉત્સા હભેર આ કાર્યક્રમમાં સામેલ થાય છે. તેમણે કહ્યું કે ગુજરાતને હરીયાળું બનાવવા રાજય સરકાર ધ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. Parbatbhai Patel, Haribhai Chaudhari
રાજ્ય સભાના સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયાએ જણાવ્યું કે, વૃક્ષો વાવી તેની યોગ્ય માવજત અને જાળવણી કરી ઉછેર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં વન મહોત્સવ સાર્થક થશે. તેમણે કહ્યું કે, કોરોનામાં આપણને સૌને પ્રાણવાયુની કિંમત સમજાઇ છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જ પડશે. Dineshbhai anavadiya
પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં સામે આજે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો છે ત્યારે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ક્લાયમેન્ટ ચેન્જના પડકારોને પહોંચી વળવા દુનિયાનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આપણા પુત્ર, પુત્રી અને વડીલોના જન્મદિવસે, પૂણ્યતિથિએ તથા મેરેજ એનીવર્સરી જેવા સારા-નરસા પ્રસંગોએ વૃક્ષો વાવી તે પ્રસંગને કાયમ માટે યાદગાર બનાવવો જોઇએ. Narendra Modi Prim Minister Of Indai
આ પ્રસંગે પ્રકૃતિના જતન અને વન સંવર્ધન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સામાજિક કાર્યકરશ્રી નારણભાઇ રાવળ, શ્રી રામાભાઇ માળી તથા વન વિભાગમાં ઉત્કૃષ્ટર કામગીરી કરનારા કર્મયોગીઓ શ્રી જે. કે. ઘાસુરા, શ્રી ડી. સી. બારડ, શ્રી ડી. એચ. રાજપૂત અને શ્રી રમેશભાઇ ચૌધરીનું મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સામાજિક વનીકરણ વિભાગ, બનાસકાંઠાના નાયબ વન સંરક્ષકશ્રી અભયસિંહે સ્વાગત પ્રવચન કર્યુ હતું. જયારે આભારવિધિ મદદનીશ વન સંરક્ષક શ્રીમતી બિન્દુ પટેલે કરી હતી. Banasakantha Collector Aanand patel, Swapnil Khari Gumansinh CHauhan Dilipbhai Vaghela, Dhahyabhai Piliyatar, Laljibhai Prajapati
આ પ્રસંગે મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષોના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીરલ ખરે, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી હિતેષભાઇ ચૌધરી, શ્રી દિલીપભાઇ વાઘેલા, શ્રી ડાહ્યાભાઇ પિલીયાતર, શ્રી લાલજીભાઇ પ્રજાપતિ, શ્રી અશ્વિન સક્સેના, શ્રી રતિભાઇ લોહ, નાયબ વન સંરક્ષક (નોર્મલ) શ્રી એમ.એચ.પટેલ, દાંતા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી પી. ડી. ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Shantishram Banaskantha Gujarat Uttar gujarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352