Shantishram News, Diyodar, Gujarat.
દિયોદર યુવા સંગઠન દ્વારા દિયોદરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધી ૯૦ કિલોમીટરની
તીરંયાયાત્રા દોડ સાથે યોજવામાં આવેલ.
જેનું આજરોજ સવારે આરામગૃહ ખાતે વિવિધ મહાનુભાવો ના હસ્તે પ્રસ્થાન કરવામાં આવેલ.
પ્રારંભમાં નાની બાલીકાઓ દ્વારા પ્રધારેલા મહેમાનો તથા
દોડવીરોનું કંકુ તિલક કરી સન્માનીત કરવામાં આવેલ.
બાદમાં પરિવાર હોસ્પીટલ પરિવાર દ્વારા દરેક દોડવીરોને ટી-શર્ટ અર્પણ કરવામાં આવેલ.
પધારેલા સૌનુ ભારતવિકાસ પરીષદના પ્રમુખ જામાભાઈ પટેલ તથા
પૂર્વ પ્રમુખ અમરતભાઈ ભાટી દ્વારા આવકારવામાં આવેલ.
આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી મહેન્દ્રભાઈ દેસાઈ,જી.પં.સદસ્ય રમેશભાઈ પટેલ,
તા.પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, દીઓદર સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા, ર્ડા.રાજસિંહ પરમાર,જે.બી.દોશી, કનુભાઈ પઢીયાર,
જયંતિભાઈ બારોટ,દેવરામભાઈ જોષી આદિ ઉપસ્થિત રહી તિરંગાયાત્રાને પ્રસ્થાન કરાવેલ.
આ તિરંગાયાત્રામાં વિવિધ મહાનુભાવો તથા સંસ્થાઓ દ્વાર દાનની સરવાણી વહેડાવેલ.
આ યાત્રામાં યુવાનો તિરંગા લઇને વારફરથી દોડતા દીઓદર થી પ્રસ્થાન કરી નડાબેટ પહોંચશે
આ યાત્રા દીઓદર થી પ્રસ્થાન કરી ભાભર પહોંચતાં જ્યાં માનવતા ગૃપ દ્વારા સ્વાગત કરી ચા-નાસ્તો કરાવેલ.
બાદમાં યાત્રા સુઈગામ તરફ પ્રસ્થાન કરેલ.
જ્યાં રાત્રી રોકાણ કરી આવતી કાલે સવારે ૧પ ઓગસ્ટે નડેશ્વરી માતાના દર્શન કરી મંજુરી મળેથી ઝીરો પોઈન્ટ જશે.
આંતરાષ્ટ્રીય સરહદ નજીક મા નડેશ્વરી ધામ નડાબેટ મધ્યે ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સૌ દોડવીરો સલામી આપી દેશભક્તિને અનેરૂ મહત્વ આપશે.
સૌએ ઉત્સાહભેર ભાગ લીધેલ.
આ દોડતા યુવાનો સાથે યુવતીઓ પણ તિરંગો લઇ દોડમાં સાથે જોડાઈ હતી.
Diyodar, Nadabet Bhabhar Suigam, Triranga Yatra , Yuvano , Nadeshwari Mataji International Border, Point Zero, Bharat Vikas parisad, Deodar
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352