ભારતે બંધાવેલો સલમા ડેમ પર તાલિબાનોએ કબજે કરી લીધો છે. તાલિબાનના પ્રવક્તા યુસુફ અહમદીએ આ માહિતી આપી છે. આ સાથે કાબુલ નદી પર શાહતૂત ડેમ બનાવવાની ભારતની યોજનાને મોટો આંચકો લાગ્યો છે.4 ઓગસ્ટના રોજ તાલિબાન આતંકવાદીઓએ સલમા ડેમ પર હુમલો કર્યો હતો, જેને અફઘાન સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો હતો. અફઘાન સંરક્ષણ મંત્રાલયે આ હુમલા વિશે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે અને તાલિબાનને ઘણું નુકસાન થયું હતું . જુલાઈમાં પણ તાલિબાનોએ સલમા ડેમને ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો. તાલિબાનોએ રોકેટથી ડેમને નિશાન બનાવ્યો હતો પરંતુ રોકેટ ડેમ નજીક પડ્યો હતાે અને ડેમને નુકસાન થયું ન હતું.
હેરાતના ચેશ્તે શરીફ જિલ્લામાં આવેલ સલમા ડેમ અફઘાનિસ્તાનના સૌથી મોટા ડેમોમાંનો એક છે. આ ડેમમાંથી વિસ્તારના હજારો પરિવારોને સિંચાઈનું પાણી અને વીજળી મળે છે. સલમા ડેમની જળ સંગ્રહ ક્ષમતા 640 મિલિયન ક્યુબિક મીટર છે. સલમા ડેમ તાજેતરના વર્ષોમાં અફઘાનિસ્તાનમાં ભારતનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે. 4 જૂન 2016 ના રોજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. સલમા બંધને અફઘાનિસ્તાન-ભારત મિત્રતા બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268