વાવાઝોડા તથા હવામાન જેવા કુદરતી ઘટનાક્રમો પર નજર રાખવા માટે તૈયાર કરાયેલા અવકાશી મીશન અંતર્ગત આજે ઈઓએસ-3 સેટેલાઈટનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ ક્રાયોજેનીક એન્જીનમાં ખામી સર્જાતા મીશન નિષ્ફળ ગયુ હતું.
ઈસરો દ્વારા શ્રીહરીકોટા ખાતે સવારે 5.43 વાગ્યે જીએસએલવી-એફ10 મારફત ઉપગ્રહ ઈઓએસ-03 નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું પરંતુ તે સફળ થયુ ન હતું. ઈસરોના વડા સિવને કહ્યું કે પ્રક્ષેપણના કાયોજેનિક તબકકે ટેકનીકલ ક્ષતિ માલુમ પડી હતી. એટલે મીશન સફળ થઈ શકયુ ન હતું. આ મીશન સફળ થયુ હોત તો ભારતને અનેક લાભ મળે તેમ હતા. જીએસએલવી-એફ10 રોકેટ મારફત આ પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન ગઈકાલથી જ શરુ કરી દેવામાં આવ્યું હતું.
સ્પેસલાઈટ નાઉના રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ઈસરો ઉપગ્રહ ઈઓએસ-3 ને ભ્રમણકક્ષામાં પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. ઈસરોએ પણ સ્વીકાર્યુ છે કે કાયોજેનીક તબકકે ટેકનીકલ ખામીથી મિશન નિષ્ફળ ગયુ હતું. 2017 પછી પ્રથમ વખત ભારતીય અવકાશી મીશન નિષ્ફળ ગયુ છે. આ પુર્વે ઈસરો દ્વારા સતત 14 મીશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં બ્રાઝીલના ભૂ અવલોકન તથા અન્ય 18 નાના ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યુ હતું.
વાસ્તવમાં આજે સેટેલાઈટનું લોન્ચીંગ નિર્ધારિત અને સફળતાપૂર્વક જ થયુ હતું. તમામ તબકકે નિયત પ્રક્રિયા આગળ ધપતી રહી હતી. પરંતુ અંતિમ તબકકે ઉપગ્રહના અલગ થવાના સમયે કાયોજેનીક એન્જીનમાં ટેકનીક ખામી સર્જાઈ હતી જેને પગલે ઈસરોનો સંપર્ક કપાયો હતો અને ઈસરો પ્રમુખે જાહેર કર્યું કે મીશન સંપુર્ણ રીતે સફળ થઈ શકયુ નથી. આજે હાથ ધરાયેલુ મીશન એપ્રિલ-મેમાં કરવાનું હતું પરંતુ કોરોનાની લહેરને કારણે મોકુફ રખાયુ હતું. આ મીશન અંતર્ગત સરહદી દેખરેખ તથા વાવાઝોડા-હવામાન પર વોચ રાખવામાં ઘણો લાભ મળે તેમ હતો.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268