ગુજરાતમાં કોરોનાની ગતિ મદં પડતા સ્કૂલો ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે ધોરણ ૬ થી ૮ના ઓફલાઇન વર્ગેા શરૂ કરવા નિર્ણય લેવાઈ શકે છે. હાઈ પાવર કમિટી બેઠકમાં વર્ગેા શરૂ કરવા બાબતે નિર્ણય લેવાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સાંજે હાઈ પાવર કમિટીની બેઠક મળશે. વાલીઓની સંમતિ સાથે વિધાર્થી શાળામાં શિક્ષણ કાર્યમાં જોડાઈ શકશે.
કોરોનાની થર્ડ વેવની ચિંતાની વચ્ચે દેશમાં અલગ-અલગ રાયોમાં સ્કૂલ ખુલ્લી રહી છે. આ સ્થિતિમાં પેરેન્ટસના મનમાં સવાલ છે કે, વેકિસન આપ્યા વિના બાળકોનું સ્કૂલ જવું કેટલું સુરક્ષિત છે.
કોરોનાની બીજી લહેર નબળી પડતાં કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર્ર, ગુજરાત, સહિત કેટલાક રાજ્યોમાં સ્કૂલ ફરી ખોલી દેવાયો છે. દિલ્લી, રાજસ્થાન, ગોવા સહિત અનેક રાજ્યો એવા છે. યાં સ્કૂલ ખોલવાનો નિર્ણચ નથી લેવાયો. જો મહામારીના સમયમાં હજું પણ સાવધાની રાખવી જરી છે.
દરમિયાન સુરતમાં સ્કૂલમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. લીંબાયત વિસ્તારમાં ધોરણ ૧૦નો વિધાર્થી પોઝિટિવ આવતા આખી સ્કૂલ બધં કરાઈ. પાલિકાની સુમન સ્કૂલમાં ધોરણ ૧૦ના વિધાર્થીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ આરોગ્ય વિભાગે સ્કૂલ બધં કરી છે.
હાલ પાલિકાની ટીમ દરેક સ્કૂલમાં તબક્કાવાર રેપીડ ટેસ્ટ કરી રહી છે. સાથે જ શહેરમાં કોઈપણ સ્કૂલમાં એકપણ વિધાર્થી પોઝિટિવ આવશે તો આખી સ્કૂલ બધં કરવામાં આવશે તેવો પાલિકાએ નિર્ણય કર્યેા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268