ગુજરાતના વિઠ્ઠલાપુરમાં પ્લાન્ટ ધરાવતી મારૂતી કંપનીએ કારના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ ચીપની અછત છે. કંપનીને સેમીકન્ડક્ટર મળતા નથી. આખા દેશમાં આ પ્રકારની ચીપની અછત સર્જાઇ છે. આ કંપનીએ તેનો પ્લાન્ટ ઓગષ્ટ મહિનામાં સતત ત્રણ શનિવારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
મારૂતી સુઝુકીની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ કંપની સુઝુકી મોટર ગુજરાત તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ઓગષ્ટ મહિનામાં સતત ત્રણ શનિવારે તેનું ઉત્પાદન બંધ કરશે. સેમી કન્ડક્ટરની અછતના કારણે કાર ઉત્પાદનનું કામ માત્ર એક પાળીમાં રાખી શકે તેમ છે.
જાપાનની સુઝુકી મોટર કંપનીની માલિકીની એસએમજી, મારૂતી સુઝુકી ઇન્ડિયા ગુજરાતના પ્લાન્ટમાંથી સ્વિફ્ટ અને બલેનો જેવી કાર બજારમાં સપ્લાય કરે છે. આવું પ્રથમવાર બન્યું છે કે ચીપની અછતના કારણે ઉત્પાદન રોકવાની નોબત આવી હોય.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268
કંપનીએ તેની કારનું ઉત્પાદન 7મી ઓગષ્ટ, 14મી ઓગષ્ટ અને 21મી ઓગષ્ટ એટલે કે ત્રણ શનિવાર માટે બંધ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીના સાથીદારો જેવાં કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એમજી મોટર્સ અને ફોર્ડ ઇન્ડિયાએ પણ ચીપની અછતના કારણે ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. આ કંપનીઓએ તેમની કેટલીક શિફ્ટ બંધ કરી છે તેથી કારના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે તેમ છે.
મારૂતી સુઝુકીના એક્ઝિક્યુટીવે કહ્યું હતું કે ચીપની અછત ક્યાં સુધી રહેશે તે અનિશ્ચિત છે પરંતુ હાલ તો કારના ઉત્પાદનમાં ઘટ રહેશે તેવું લાગી રહ્યું છે. કારના પ્લાન્ટમાં કેટલીક શિફ્ટ રદ્દ કરવામાં આવી છે અને કેટલાક દિવસ સુધી ઉત્પાદન બંધ રાખવાની નોબત આવી શકે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268