રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી . જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા . તેમજ સામાન્ય રીતે બુધવારે તેમજ રવિવારના દિવસે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવે છે પરંતુ આવતીકાલે રવિવાર હોવા છતાં વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે. જેમના લીધે લોકો સરળતાથી રશી લઇ શકશે .જે અંતર્ગત રાજકોટમાં 31 સાઈટ પરથી નાગરિકોને કોવિશિલ્ડ આપવામાં આવશે. અને બે સેશન સાઈટ પરથી નાગરિકોને કો-વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.
રાજકોટ માં સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ચાણક્ય સ્કુલ ગીત ગુર્જરી સોસાયટી, નંદનવન આરોગ્ય કેન્દ્ર, શિવશક્તિ સ્કુલ, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 84, મવડી ગામ, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 28, વિજય પ્લોટ, સિટી સિવિક સેન્ટર અમીન માર્ગ,દર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, શેઠ હાઈસ્કુલ, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 61, હુડકો, શાળા નં. 20 બી, નારાયણનગર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, રેલ્વે હોસ્પિટલ, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, આદિત્ય સ્કુલ 32 (આરોગ્ય કેન્દ્ર), સરદાર સ્કુલ, સંત કબીર રોડ, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, તાલુકા શાળા ભવન પરથી કોવિશિલ્ડ અપાશે.
જ્યારે શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર અને શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક કો-વેક્સિન અપાશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268