ટોક્યો ઑલિમ્પિકના પહેલા જ દિવસે વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. મણિપુરની આ ખેલાડીએ 49 કિલોગ્રામ વર્ગમાં કુલ 202 કિલોગ્રામ (87 કિગ્રા + 115 કિગ્રા) વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. હવે તેમની આ ધમાકેદાર જીત બાદ મણિપુરના મુખ્યમંત્રી નોંગથોમબામ બિરેન સિંહે કહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનૂને મેડલ જીતવામાં મદદ કરી.
તેમણે કહ્યું કે, પીએમ મોદીએ મીરાબાઈ ચાનૂને સારવાર માટે અમેરિકા મોકલી હતી. સાથે જ તેમણે એ પણ કહ્યું કે, પીએમે મણિપુરના એક અન્ય એથલિટને પણ મદદ કરી હતી. બિરેન સિંહે આ જ અઠવાડિયે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે ચાનૂને મદદ કરવા માટે આભાર માન્યો. એક ઇન્ટરવ્યૂમાં બિરેન સિંહે કહ્યું કે, “જ્યારે ચાનૂએ મને આ વિશે જણાવ્યું તો હું ચોંકી ગયો. તેમણે જણાવ્યું કે જો પીએમ મોદી તેમને સ્નાયુઓના ઑપરેશન અને પ્રેક્ટિસ માટે અમેરિકા ના મોકલતા તો તે આ મેડલ ના જીતી શકી હોત. તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે પીએમે તેને મદદ કરે.”
બિરેન સિંહના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીએ મણિપુરના એક અન્ય એથલિટની પણ મદદ કરી. તેમણે કહ્યું કે, “Mirabai Chanuને બેક પેઇન હતું અને આની જાણકારી Prime Minister Narendra Modi અને PMOને મળી. ત્યારબાદ પીએમ મોદીએ ખુદ સારવાર અને ટ્રેનિંગનો ખરચો ઉઠાવતા ચાનૂને અમેરિકા મોકલી. Manipurના એક અન્ય એથલિટની પણ પીએમ મોદીએ મદદ કરી, અત્યારે તેનું નામ નહીં જણાવું. એક indian હોવા અને પીએમ મોદી સાથે કામ કરવા પર મને ગર્વ છે.”
મેડલ જીત્યા બાદ ચાનૂએ પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘હું પ્રધાનમંત્રી અને રમતમંત્રીનો આભાર માનવા ઇચ્છુ છું. તેમણે મને ઘણા ઓછા સમયમાં પ્રેક્ટિસ માટે અમેરિકા મોકલી હતી. તમામ તૈયારીઓ એક દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. તેમના કારણે જ મને સારી ટ્રેનિંગ મળી અને હું મેડલ જીતવામાં સફળ રહી. મારી સફળતા ટૉપ્સ (ટાર્ગેટ ઑલિમ્પિક પોડિયમ યોજના) જેવી યોજનાઓને પણ જાય છે.’
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268