આમ તો આપણા દેશમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તે જગ્યા તેમના એક અલગ અંદાજ માટે પણ જાણીતી હોય છે અને તે અમુક વર્ષોમાં જ જોવા મળતી હોય છે. ભારતના કોઈ પણ ખુણો આખી દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેવી જ એક જગ્યા દક્ષિણ ભારતમાં આવેલી છે, જ્યાં 12 વર્ષમાં એક વખત ઉગતા ફૂલોનો પોતાનો એક ઈતિહાસ છે. અસલમાં નીલકુરીંજી નામનું ફૂલ દુનિયાના ઘણા અસાધારણ ફૂલોમાંનું એક છે. આ ફૂલની ખાસ વાત એ છે કે તે 12 વર્ષમાં એક જ વખત જ ખીલે છે. આથી આ ફૂલની સૌંદર્યતાને જોવા માટે પર્યટકોએ 12 વર્ષ સુધી રાહ જોવી પડે છે. કેરળના ઈડુક્કી જિલ્લાના સંથાનપારા પંચાયતની હેઠળ આવનારા શાલોમ હિલ્સ પર ફરીથી 12 વર્ષે આ નીલકુરીંજી નામના ફૂલ ઉગી નીકળ્યા છે. આ ફૂલ દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યના શોલા જંગલોની પ્રાકૃતિક સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
રિપોર્ટ્સ પ્રમાણે નીલકુરીંજી સ્ટ્રોબિલેન્થેસનો એક વર્ગ છે અને આ એક મોનોકાર્પિક છોડ છે. આ એક એવો છોડ છે જેનું એક વખત કરમાઈ ગયા પછી બીજી વખત ખીલવામાં 12 વર્ષનો સમય લગાડે છે. સામાન્ય રીતે નીલકુરીંજી ઓગષ્ટ મહિનાથી ખીલવાનું શરૂ થાય છે અને ઓક્ટોબર સુધી જ રહે છે. સ્ટ્રોબિલેન્થેસ કુન્થિયાનાને મલયાલમ અને તમિલમાં નીલકુરીંજી અને કુરીંજી તરીકે ઓળખવામાં આવે છે. આ ફૂલ માત્ર ભારતના કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યોના શોલા નામના જગંલોમાં ઊંચા પહાડો પર જ ઉગે છે.
નીલકુરીંજી ન માત્ર કેરળની સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે પરંતુ ત્યાંના પ્રવાસ ઉદ્યોગને પણ વેગ આપે છે. આ ફૂલોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. એટલું જ નહીં, આ ફૂલની સુંદરતા જોવા માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરીને કેરળ આવે છે. જાણકારી પ્રમાણે, આ વખતે 10 એકરથી વધારે જગ્યાને નીલકુરીંજીના ફૂલોએ શાલોમકુન્નુને ઢાંકી દીધો છે. પરંતુ આ વખતે કોરોના વાયરસ મહામારીને જોતા અહીં પ્રવાસીઓને પરવાનગી આપવામાં આવી નથી.
ઈડુક્કીના મૂળ નિવાસી બીનુ પોલ જે ઈડુક્કીની બાયો ડાયવર્સિટી પર ઊંડો અભ્યાસ કરે છે. તેમણે કહ્યું છે કે આ વખતે કોવિડના કારણે પ્રવાસીઓને આ પહાડો પર જવાની પરવાનગી આપવામાં આવી નથી. સ્ટ્રોબિલેન્થેસ કુંથિયાનાના નામથી જાણીતું આ નીલકુરીંજી ફૂલી ઈડુક્કીમાં લોકો માટે ઘણું મહત્વ ધરાવે છે. પરંતુ તેની સાથે જ આ રીતના રીચ બાયો ડાયવરસિટીની રક્ષા કરવાની પણ કોશિશ કરવી જોઈએ. તમિલનાડુની સીમા પાસે આવેલા પશ્ચિમી ઘાટના અનાકારા મેટ્ટુ હિલ્સ થોંડીમાલાની પાસે પુટ્ટડી અને શાંતનપુરા ગ્રામ પંચાયતની સીમા પાસે આવેલા ગામથી અલગ અલગ ફૂલોના ખીલવા પછી નીલકુરીંજી સંપૂર્ણ રીતે 12 વર્ષ પછી ખીલ્યા છે. આ જગ્યાએ અલગ અલગ સીઝનમાં ઘણા ફૂલો ઊગે છે પરંતુ આ ફૂલ માત્ર 12 વર્ષે એક જ વખતે ખીલતા જોવા મળે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268