જમ્મુ-કાશ્મીરના કઠુઆ પાસે મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પંજાબ અને જમ્મુ-કાશ્મીર સરહદની પાસે કઠુઆ જિલ્લાના પુરથુ બસહોલી વિસ્તારમાં રણજીત સાગર ડેમમાં પડ્યુ છે. પરંતુ હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા અને તે ક્યાં જઈ રહ્યાં હતા, તેને લઈને હજુ કોઈ જાણકારી સામે આવી નથી.
દુર્ઘટના બાદ ભારતીય સેના નું બચાવ દળ દુર્ઘટના સ્થળે પહોંચી ગયુ છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલીફ ફંડ અને પંજાબ તથા જમ્મુ-કાશ્મીર એસડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર પહોંચી ગઈ છે.
આ વર્ષે મે મહિનામાં ભારતીય વાયુ સેના નું MIG-21 વિમાન ક્રેશ થયું હતું, જેમાં પાયલટનું મોત થયું હતું. દુર્ઘટના મોગા શહેરથી આશરે 28 કિલોમીટર દૂર બાધાપુરાનાથી મુદકી રોડ સ્થિત ગામ લંગેયાના નવાંની નજીક થઈ હતી અને ત્યારબાદ ચારેબાજી આગ ફેલાય હતી. દુર્ઘટના પહેલા વિમાનના પાયલટે પેરાશૂટથી કૂદી પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ છલાંગ લગાવતા સમયે વિમાનના કોઈ ભારે ઉપકરણ સાથે ટકરાતા પાયલટનું મોત થયું હતું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268