આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 65 મો જન્મદિવસ છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના ઘરે જઇને આર્શિવાદ લીધા હતા. બંન્ને વચ્ચે અંદાજિત 30 મિનીટ જેટલી બેઠક થઇ. બેઠક બાદ વિજય રૂપાણી અને વજુભાઇ વાળાના નિવેદનો સામે આવ્યા હતા. જેમાં બંન્નેએ એક બીજાના વખાણ કરતા નિવેદનો સામે આવ્યા હતા. ક્યારેય નિવૃત (Retired) નહિ થાય અને અલગ અલગ સ્વરૂપમાં પાર્ટીની સેવા કરશે તેવું નિવેદન મુખ્યમંત્રી વિજયભાઈએ આપતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાતના સક્રિય રાજકારણમાં વજુભાઇ વાળની એન્ટ્રી નિશ્વિત માનવામાં આવે છે.
વિજય રૂપાણીએ વજુભાઇ વાળાની મુલાકાત પર નિવેદન આપતા કહ્યું હતુ કે વજુભાઇ વાળાના રાજકોટ આગમનને કારણે હજારો કાર્યકર્તાઓને એક વડિલ તરીકેની હુંફ મળશે. વધુમાં કહ્યું હતું કે, વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી. જે રાજકારણમાં અલગ અલગ સ્વરૂપે હંમેશા પાર્ટી અને ભારત દેશ માટે કામ કરતા રહેશે.
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇએ વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કર્યા બાદ નિવેદન આપતા કહ્યું હતુ કે આજની મુલાકાત માત્ર જન્મ દિવસને લઈને હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જન્મ દિવસ નિમિત્તે આશીર્વાદ લીધા છે. રાજકારણમાં આગળ વધો તેવા આશીર્વાદ આપ્યા છે. વિજયભાઈ પણ સંગઠન અને સરકાર બંન્નેમાં કામ કર્યું છે.જ્યારે કોઇ રાજકીય ચર્ચા કરવી હોય ત્યારે સંગઠન અને સરકાર બંન્ને સાથે બેસીને કરતા હોય છે. જો કે વજુભાઇએ ફરી પોતાના નિવેદનનું પુનરાવર્તન કર્યું હતુ અને પોતે એક કાર્યકર તરીકે ભાજપમાં કામ કરશે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે વજુભાઇ વાળા ભાજપના સૌથી સિનીયર નેતા છે.વજુભાઇ વાળા પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને નાણામંત્રી તરીકે સરકારના વહીવટી કાર્યનો બહોળો અનુભવ ધરાવે છે. રાજકીય વિશ્લેષક જગદિશ મહેતાના કહેવા પ્રમાણે ગુજરાતના રાજકારણની જે પ્રવર્તમાન સ્થિતિ,સંગઠન અને સરકાર વચ્ચેના તાલમેલની વાત હોય કે પાટીદાર નેતૃત્વને લઇને સવાલો ઉભા કરવાની વાત હોય તેમાં વજુભાઇ વાળા ટ્રબલ શુટરની ભૂમિકા ભજવી શકે છે ત્યારે તેને વર્ષ 2022ની ચૂંટણી પહેલા એક મહત્વની જવાબદારી સોંપાય શકે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268