Shantishram News, Diyodar, Gujarat.
દિલ્હી પિતમપુરા ગુજરાત એપાર્ટમેન્ટ મધ્યે
પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય
શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના
૯૧માં સંયમ ગ્રહણ દિનની ઉજવણી
શ્રી ગુરુ પ્રેમ આજીવન ચરણો પાસક પરમ પૂજ્ય આચાર્ય
શ્રીમદ વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી (KC) મહારાજ સાહેબ તથા
પૂજ્ય પંન્યાસ પ્રવર કુલદર્શન (KD) વિજયજી મહારાજ સાહેબ
આદિ ઠાણા ની પાવન નિશ્રામાં કરવામાં આવી.
આ પ્રસંગે સંગીતકાર અંકુર શાહ, સુરત અને સંવેદના હાર્દિક શાહ, સુરત દ્વારા કરવામાં આવી.
જેમાં ૧૮,૦૦૦ સાધુ વંદના નો અદભુત કાર્યક્રમ યોજાયો
જેમાં જેમ કૃષ્ણ મહારાજે 18000 સાધુઓને ગુરુ વંદના દ્વારા પોતાને સાતમી નરક થી ઉગારેલ તેનું અદભુત વર્ણન કરાયું.
આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવની એક નાનકડી પ્રેરણા કે જીવનમાં સંયમના લઈ શકીએ
તો પણ કમસે કમ એક વાર ઉપધાન આરાધના કરવી જ જોઇએ અને
આ વાતને આગળ વધારતાં સંગીતકાર અંકુર શાહ દ્વારા અદભૂત ઉપધાન તપનો માહોલ કરાતા
અદભૂત ભાવધારામાં પરમ ગુરૂભક્ત શ્રી કિર્તીભાઇ ગાંધી દ્વારા
પૂજ્યશ્રી ને ઉપધાન તપ કરાવવા આજ્ઞા આપવા વિનંતી કરવામાં આવી
પૂજ્ય ગુરુદેવની પાવનકારી નિશ્રામાં દિલ્હી ગુજરાતી જૈન સંઘ મધ્યે
પ્રથમ વાર ઉપધાન તપનું આયોજન થશે અને
જેનો સંપૂર્ણ લાભ નિર્મળાબેન કિર્તીલાલ વાડીલાલ ગાંધી પરિવાર દ્વારા લેવામાં આવશે.
ધન્ય ગુરુદેવ અને ધન્ય ગુરુદેવની પ્રેરણા
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268