Shantishram News, Diyodar, Gujarat.
કોરોનાના કારણે દેશના અનેક રાજ્યોથી શાકભાજી ના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. લોકો મજબૂરીનો ફાયદો ઉઠાવતાં ઘણા ઊંચા ભાવે શાકભાજી વેચી રહ્યા હતા. જોકે બાદમાં અનેક રાજ્યોની સરકારે હસ્તક્ષેપ કરતાં ભાવ ઘટ્યા છે. જોકે, પનીર અને મશરૂમ ને ભારતમાં મોંઘી vegetables ની યાદીમાં સામેલ કરવામાં આવી છે. પરંતુ આજે જે શાકભાજીની વાત અમે કરી રહ્યા છીએ તે આ બધાની ‘બાપ’ છે. જોવામાં જંગલી ઘાસ જેવી લાગતી આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે. તેના એક કિલોગ્રામના ભાવમાં તમે દોઢ તોલા એટલે કે 15 ગ્રામ સોનું ખરીદી શકો છો.
હોપ શૂટ નામની આ શાકભાજી અનેક ગુણોથી ભરેલી છે. તેમાં અનેક પોષક તત્વ ઉપલબ્ધ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં હોપ શૂટ એક હજાર યૂરો પ્રતિ કિલોગ્રામે મળે છે. એટલે કે જો તમે ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરો તો તેની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે. એટલે કે આ સુપર વેજિટેબલની કિંમત સોનાથી પણ વધારે છે. હાલ ભારતમાં ગોલ્ડ પ્રાઇઝ 49 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. એટલે કે આ શાકભાજીના ભાવમાં 15 ગ્રામ સોનું સરળતાથી ખરીદી શકાય છે.
આ વધુ કિંમત સાંભળીને આપને લાગી રહ્યું હશે કે તેને કોણ ખાતું હશે? તો આપને જણાવી દઈએ કે હોપ શૂટની માર્કેટમાં ઘણી ડિમાન્ડ છે. તેના ફૂલને હોપ કોન્સ કહે છે. તેનો ઉપયોગ બિયર બનાવવામાં કરવામાં આવે છે. સાથોસાથ ડાળખીઓને પકવીને શાક તરીકે ખાવામાં આવે છે. તેની ડાળખીઓ જોવામાં શતાવરીની જેમ લાગે છે. તેનું અથાણું બનાવવામાં આવે છે જે લોકો ખૂબ જ પસંદ છે.
હોપ શૂટ અનેક એન્ટીબોયોટિક ગુણોથી ભરપૂર છે. આ કારણે તેનો ઉપયોગ અનેક ઔષધિઓમાં કરવામાં આવે છે. હોપ શૂટનો ઉપયોગ દાંતના દુખાવાની દવાઓથી લઈને ટીબીની સારવારમાં કરવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને કાચી પણ ખાઈ શકો છો. જોકે તેનો સ્વાદ ઘણો કડવો લાગશે. અનેક દેશોમાં હોપ શૂટના સ્ટેમનો ઉપયોગ સલાડમાં કરવામાં આવે છે.
antibiotics, vegetables, India, tretament, salad, medicine, hot soup, teeth problem
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268