Shantishram News, Diyodar, Gujarat.
રામાયણમાં સૌથી નોખુ પાત્ર રાવણના ભાઈ કુંભકર્ણનુ હતુ.જે વરસમાં 6 મહિના સુઈ રહેતો હતો.
હવે રાજ્સ્થાન Rajasthan માં એક કળીયુગના કુંભકર્ણનો કિસ્સો બહાર આવ્યો છે.સામાન્ય રીતે આપણે રોજ સાત થી આઠ કલાક ઉંઘ લેતા હોઈએ છે.આટલી ઉંઘ ફ્રેશ થવા માટે જરુરી છે પણ રાજસ્થાનના નાગોર જિલ્લામાં રહેતા 42 વ્રષના પુરખા રામ વર્ષમાં 300 દિવસ સુઈ રહે છે.તેની પાછળનુ કારણ તેમને થયેલી દુર્લભ બીમારી છે.આ બીમારના કારણે એક વખત પુરખારામ સુઈ જાય તે પછી કેટલાય દિવસો સુધી ઉઠતા નથી.પરિવારજનોએ તેમને જગાડવા માટે ભારે મહેનત કરવી પડે છે.ક્યારેક ક્યારેક તો તે 25 દિવસ સુધી ઉઠતા નથી.
એક અહેવાલ પ્રમાણે તેમની આ બીમારીની શરુઆત 23 વર્ષ પહેલા થઈ હતી.તેઓ શરુઆતમાં પાંચ થી સાત દિવસ સતત સુઈ રહેતા હતા.પરિવારજનો તેમને ડોકટર પાસે લઈ ગયા હતા પણ કશું ખબર પડી નહોતી.એ પછી બીમારીની અસર વધતી જ રહી છે અને હવે તે દિવસમં 25 દિવસ સુઈ રહે છે.પુરખારામની પત્નીનુ કહેવુ છે કે, તેના કારણે ઘરમાં ખાસ્સી સમસ્યાઓ ઉભી થઈ રહી છે.
જ્યારે પુરખારામ પોતે પણ કહે છે કે, બસ મને ઉંઘ આવ્યા કરે છે અને જ્યારે પણ તેઓ જાગવા માંગે છે ત્યારે શરીર મારો સાથ આપતુ નથી.પહેલા મને 18-18 કલાક ઉંઘ આવતી હતી પણ હવે એવુ થાય છે કે, હું સળંગ 25 દિવસ ઉંઘતો રહું છું.
કેટલાક જાણકારોના મતે પુરખારામ એક્સેસ હાયપરસોમ્નિયાનો શિકાર બન્યા છે.આ બીમારીના પણ સંખ્યાબંધ પ્રકાર છે.જોકે સાથે સાથે નિષ્ણાતોનુ કહેવુ છે કે, આ બીમારીથી સાજા પણ થઈ શકાય છે.
Rajasthan, Sleep , Medical Condition
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268