વાનિન્દુ હસારંગાની ઘાતક બોલિંગની મદદથી શ્રીલંકાએ ગુરૂવારે કોલંબોમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચમાં ભારત સામે 7 વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ શ્રીલંકાએ ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકાની સ્પિન બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો લાચાર જોવા મળ્યા હતા. જેના કારણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હોવા છતાં ભારતીય ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 81 રનનો સ્કોર જ નોંધાવી શકી હતી. જેના જવાબમાં યજમાન ટીમે 14.3 ઓવરમાં ત્રણ વિકેટે 82 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. હસારંગાએ ચાર વિકેટ ઝડપી હતી.
શ્રીલંકા સામે 82 રનનો આસાન લક્ષ્યાંક આવ્યો હતો. જેને પાર પાડવા માટે શ્રીલંકાને વધારે મુશ્કેલી નડી ન હતી. શ્રીલંકાએ ત્રણ વિકેટ ગુમાવી હતી પરંતુ તેનાથી ભારતને કોઈ લાભ થયો ન હતો. શ્રીલંકા માટે ધનંજયા ડી સિલ્વાએ 20 બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ 23 રન નોંધાવ્યા હતા. જ્યારે હસારંગાએ અણનમ 14, વિકેટકીપર ઓપનર મિનોદ ભાનુકાએ 18 અને ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે ત્રણેય વિકેટ રાહુલ ચાહરે ઝડપી હતી.

ટોપ ઓર્ડરમાં ઓપનર ગાયકવાડ બે આંકડાનો સ્કોર નોંધાવવામાં સફળ રહ્યો હતો. તેણે 10 બોલમાં 14 રન ફટકાર્યા હતા. જ્યારે દેવદત્ત પડિક્કલ 9 તથા નિતિશ રાણા 6 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. જ્યારે વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન ખાતુ ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતીય ટીમે 36 રનના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
બાદમાં ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે થોડી બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. ભુવનેશ્વરે 16 રન નોંધાવ્યા હતા જ્યારે ટીમ માટે સૌથી વધુ રન કુલદીપે નોંધાવ્યા હતા. તેણે 28 બોલમાં અણનમ 23 રન નોંધાવ્યા હતા. શ્રીલંકા માટે હસારંગાએ ચાર ઓવરમાં 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સુકાની દાસુન શનાકાએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. દુષ્મંતા ચમીરા અને રમેશ મેન્ડિસને એક-એક સફળતા મળી હતી.