Shantishram News, Diyodar, Gujarat.
ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે
શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના ઉપક્રમે
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી ભક્તિ પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં
તપાગચ્છાધિપતિ પરમ પુજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની 91મી દીક્ષા તિથિ ઉજવાઈ.
જેમાં પ.પૂ જ્યોતિષાચાર્ય ડો આ.શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,
વૈયાવચ્ચ પ્રેમી પૂજય મુનિરાજ હેમદર્શન વિજયજી મ.સા, માનવતા પ્રેમી પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા,
સ્વાધ્યાય પ્રેમી પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિ ઠાણા- તથા
પૂ.પ્ર.સા પૂર્ણકલાશ્રીજી મ.સા.,પૂ.સા રાજરત્નશ્રીજી મ.સા., પૂ.સા વિરાગરસાશ્રીજી મ.સા.,
પૂ.સા હર્ષપૂર્ણાશ્રીજી મ.સા., પૂ.સા શાસનપ્રિયાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પાવનકારી નિશ્રામાં યોજાઈ.
આ દીક્ષાતિથિ નિમિત્તે ગુરૂમંદિર માં સવારે-9.00 કલાકે શ્રી ગુરૂ પ્રેમ પાદુકા પૂજન તથા
વિશિષ્ટ ઔષધિ યુક્ત મહાઅભિષેક યોજાયેલ.
તથા 108 વખત ગુરૂ મંત્ર બોલીને પુષ્પ ચડાવામાં આવેલ.
આ પૂજન અંતર્ગત પૂજય શ્રીના જીવન પ્રકાશ પર પ્રવચન ફરમાવેલ.
પૂજન બાદ ગુરુભક્તો તરફથી પ્રભવના કરવામાં આવેલ.
સાથે-સાથે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ની
91મી દીક્ષા તિથિ નિમિત્તે ભવ્યાતિભવ્ય અંગ રચના કરવામાં આવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 94275352