Income Tax: તાજેતરમાં આવા ઘણા લોકો આવકવેરા વિભાગના રડાર પર આવ્યા છે જેમણે તેમની કમાણીને કોઈક રીતે છુપાવી છે. આઇટી વિભાગને વિવિધ કર અધિકારીઓ વચ્ચે ડેટા શેરિંગ, ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગની મદદથી કરવામાં આવેલી તપાસ બાદ આવા લોકોને શોધી કાઢ્યા છે.
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારે છેલ્લાં બે નાણાકીય વર્ષોના ડેટાની મદદથી ઓડિટ ચેકલિસ્ટ તૈયાર કર્યું છે. પાછલા કેટલાક વર્ષોમાં કરવેરા વિભાગે ડેટા એનાલિટિક્સનો વ્યાપકપણે ઉપયોગ કર્યો છે. અનેક વ્યક્તિઓ અને કંપનીઓના આવકવેરા અને ઈનડાયરેક્ટ ટેક્સ ફાઇલિંગમાં વિસંગતતા મળ્યા બાદ ઈનડાયરેક્ટ ટેક્સ વિભાગે નોટિસ ફટકારવાણી શરૂઆત કરી છે.
ડાયરેક્ટ ટેક્સ અને ઈનડાયરેક્ટ ટેક્સ વિભાગ અગાઉ અલગથી કામ કરતો હતો અને તેઓમાં કોઈ ડેટા શેર થતા ન હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારના પ્રયત્નો પછી બંને વિભાગોએ એક બીજા સાથે ડેટા શેર કરવાનું શરૂ કર્યું છે. તેનો ફાયદો પણ દેખાયો છે. જ્યારે ઊંડાણપૂર્વક વિશ્લેષણ, ટેક્સ નોટિસ અને સ્ક્રૂટિની થઈ ત્યારે ઘણી હકીકતો સામે આવી છે. જોકે આ વર્ષે કેટલાક વકીલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે – જે ઈનડાયરેક્ટ ટેક્સના દાયરાની બહાર છે. ટેક્સ નોટિસમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો પ્રાપ્તકર્તા કોઈપણ મુક્તિ વર્ગો (જેમ કે વકીલો) હેઠળ આવે છે તો તેઓએ તેમની છૂટ વિશે કેટલીક વધારાની માહિતી પ્રદાન કરવી જોઈએ. અને ટેક્સ ભરવો જોઈએ નહીં.
ક્ષેત્રના જાણકાર અભિષેક રસ્તોગી કહે છે કે ટેક્સ અધિકારીઓ કરચોરી અંગેની માહિતી એકત્રિત કરવા માટે IA અને ડેટા પર આધાર રાખે છે, જે કરચોરીને રોકવા માટે ચોક્કસપણે સારું છે. પરંતુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિએ બિનજરૂરી ટેક્સ નોટિસ મોકલવાનું ટાળવું જોઈએ. અગાઉ પણ ટેક્સ વિભાગને ડેટા માઇનીંગ દ્વારા ખબર પડી હતી કે કેટલીક કંપનીઓ તેમના ગ્રાહકોને અન્ડર-બિલિંગ કરી રહી છે અથવા તેઓનો માલ રોકડ માટે વેચે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268