Shantishram News, Diyodar, Gujarat.
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
(પ્રતિકાત્મક તસ્વીર)
આ નિર્ણયો અનુસાર રાજ્યમાં ૮ મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી ૩૧ જૂલાઈ થી એક કલાક ઘટાડવામાં આવી છે.
એટલે કે આ ૮ મહાનગરો માં રાત્રિ કરફ્યુ નો અમલ હાલ રાત્રીના ૧૦.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધી નો છે
તે ૩૧ જૂલાઈથી રાત્રિના ૧૧.૦૦ થી સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો રહેશે.
(પ્રતિકાત્મક તસ્વીર)
આ ૮ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે ૨૦૦ વ્યક્તિઓની મર્યાદા છે
(પ્રતિકાત્મક તસ્વીર)
તે તારીખ ૩૧ જૂલાઈ થી વધારીને ૪૦૦ વ્યક્તિઓની કરવામાં આવી છે
આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો
કુલ બેઠક ક્ષમતાના ૫૦ ટકા પરંતુ મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અને
કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.
(પ્રતિકાત્મક તસ્વીર)
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં
વધુમાં વધુ ૪ ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો
નિર્ણય આજે મળેલી કોર કમિટી માં લેવામાં આવ્યો છે.
કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ,
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ,
વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ,
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ,
મુખ્ય મંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન,
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર,
મુખ્ય મંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ,
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ અને
વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
(પ્રતિકાત્મક તસ્વીર)
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268