અમદાવાદમાં આજે કોરોનાની કોવિશિલ્ડ રસી લેવા માંગતા લોકોને પ્રથમ ડોઝની રસી નહીં મળે. પરંતુ કો-વેક્સિનનો ડોઝ જ મળશે. ટાગોર હોલમાં કોવેક્સિનનો બીજો ડોઝ લેવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ ત્યાં ગણ્યાં ગાંઠ્યા લોકો જ ઉપસ્થિત જોવા મળ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે રસીકરણ મહાઅભિયાન યોજાયું હતું. જેમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓનું રસીકરણ થયું હતું. અમદાવાદ સહિત રાજ્ય ભરના વેપારીમંડળના વેપારીઓ માટે વેક્સીનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું બતુ. જેમાં અમદાવાદ, વલસાડ, બનાસકાંઠા સહિતના જીલ્લા ઓમાં અભિયાન થયું હતું. જેમાં આગામી 31 જુલાઈ સુધી રાજ્યમાં વેપારીઓએ ફરજિયાત વેક્સિનનો એક ડોઝ લેવાનો છે.
વલસાડના સૌરાષ્ટ્ર કડવા પાટીદાર હોલમાં વેપારીઓ અને વાણિજ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં વેપારીઓ અને ધંધાદારીઓએ રસીકરણ કરાવ્યું હતું. સવારથી જ લાઈનો લગાવી લોકોએ રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268