ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર મે-2021માં અમેરિકાના સત્તાવાર પ્રવાસ પર ગયા હતા અને ત્યારબાદ હવે અમેરિકાના વિદેશમંત્રી ભારતપ્રવાસ પર આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દેશો બહુપરિમાણીય અને મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને ક્ષમતાઓ પર ચર્ચા કરશે. બ્લીન્કેન પ્રવાસ દરમિયાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે.
અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લીન્કેન 27મી અને 28મી જુલાઇએ ભારતના પ્રવાસ પર આવશે. અમેરિકાની નવી સરકારમાં વિદેશ પ્રધાનનું પદ સંભાળ્યા બાદ બ્લીન્કેનનો આ પહેલો ભારત પ્રવાસ છે. ભારત સરકાર સાથે તેઓ કોરોના મહામારી અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. બ્લીન્કેનની આ મુલાકાત બાઇડન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય બેઠકો પૈકીની છે. અગાઉ માર્ચમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને એપ્રિલમાં ક્લાઇમેટ ચેન્જ મુદ્દે અમેરિક રાષ્ટ્રપતિના વિશેષ દૂત જ્હોન કેરી ભારત યાત્રા પર આવ્યા હતા.
વિદેશમંત્રાલયે કહ્યું છે કે આ ચર્ચામાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. જેમાં કોવિડ મહામારીથી બહાર નીકળવું, હિંદ અને પ્રશાંત મહાસાગરનું ક્ષેત્ર, અફઘાનિસ્તાનનો મુદ્દો અને સંયુક્ત રાષ્ટ્રોમાં સહયોગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોશિગ્ટનથી સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર બ્લીન્કેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત 26થી 29મી જુલાઇ સુધીની તેમના પ્રવાસ દરમિયાન તેઓ કુવૈતની મુલાકાત પણ લેશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268