જીલ્લાના અધિકારીઓ..પદાધિકારીઓના આશીર્વાદથી
ભારતમાલા…ખનીજચોરી બેફામ….રાજાશાહીને શરમાવતી લોકશાહી…
Shantishram News, Diyodar, Gujarat.
ભારત સરકાર દ્વારા સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય નવિ દિલ્હી ની યોજના અંતર્ગત
નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા દ્વારા ૭પ૪કે ને
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના ૪.૮૮૮ કી.મી.થી ૬૭-૧૦૦ કીમી સુધીના
ગુજરાત રાજ્યમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગને
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણની પરિયોજના સમાવિષ્ટ કરી
ચાર માર્ગીય રસ્તો બનાવવા ની યોજના આવેલ છે.
જે અંતર્ગત ભારતીય રાજમાર્ગના રાજસ્થાનના
સાંચોર થી સાંતલપુર (ર૭ નંબરના હાઈવે) ને ચાર માર્ગીય બનાવવા હેતુસર
બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના મોટા મેસરા ગામથી જમીન સંપાદન કરવામાં આવી છે.
જેમાં રર કી.મી. રોડ એડજેસ્ટીંગ NH..૬૮ ઉપર લીધેલ.
જે રોડમાં મોટા મેસરાથી બુઢણપુર સુધીનો છે.
જ્યાં સર્વિસ રોડ અપાયેલ છે.
બાકી ક્યાંય સર્વિસ રોડ અપાયેલ નથી. જેથી પ્રજા પરેશાન છે.
આ રોડ બનાવવા માટીનું પૂરણ કરવા ખનીજ ચોરી બેફામ થવા પામેલ છે.
સામાન્યત ૧૦ થી ૧પ ફુટ તળાવ ઉંડા કરવાનો નિયમ છે.
અહીં માટી માટે ૪૦-૪૦ ફુટ ઉંડું ખોદકામ કરવામાં આવેલ છે.
જીલ્લાના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને આશીર્વાદ આપી
આજુબાજુમાં સુજલામ સુફલામ તળાવો ઉંડા કરવાની મંજુરીઓ અપાઈ છે.
જ્યાં સરકારી આચારસંહિતા નિતિ નિયમના ખુલ્લેઆમ જીલ્લાના અધિકારીઓ ને વજન તળે દબાવી
ધજાગરા ઉડ્યા હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે.
– આ યોજના અંતર્ગત કેટલીય સરકારી જમીનોમાં તળાવો ખોદાઈ ગયા.
જીલ્લાના અધિકારીઓ જાણે કોન્ટ્રાક્ટરના વ્હારે કે પછી મલાઈ કોપતામાં…
– જીલ્લા કલેક્ટરશ્રી સુજલામ-સુફલામ તળાવો ઉંડા કરવાની અપાયેલ મંજુરીમાં
તળાવો કેટલા ઉંડા થયા કે કુવા ખોદાણા..તપાસ કરશે ખરા…?
– જન પ્રતિનિધિઓ લાગ-ભાગમાં અટવાયા..?
પ્રજા રાજાશાહી છે કે લોક શાહી કે અધિકારી શાહી…ને નક્કી કરવામાં અટવાય છે…?
– જનપ્રતિનિધિઓ ખેડુતોને વળતર ઓછું મળ્યું છે તે કાગારોળ મચાવી રહ્યા છે.
ત્યારે સાથે સાથે જમીનોમાં તળાવના બદલે કુવાઓ ખોદાઈ ચુક્યા છે.
જમીનના ચુુવા દેખાવા લાગ્યા છે.
મીઠા પાણીમાં ખારૂ પાણી નીકળવા લાગ્યું છતાં ચુપકીદી કેમ ?
શું કોઈ લાગભાગમાં અટવાયા હશે ?
Banasknatha, bharatmala pariyojana Project, curuption
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268