સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા આ ફ્લાવરની કિંમત 2200 રૂપિયા પ્રતિકિલો છે. પિરામીડના આકારનું આ વિચિત્ર ફ્લાવર રોમનેસ્કો ફ્લાવર અને રોમનેસ્કો બ્રોકલીના નામથી ઓળખાય છે. આ સિલેક્ટિવ બ્રીડિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેનો ખાસ આકારના કારણે જ ફ્લાવર માર્કેટમાં 2200 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાય છે.
દેશ-વિદેશના ખૂણામાં અનેક એવા ફૂલ, ફળ અને શાકભાજી છે જેમાંથી ઘણાને આપણે જાણતા પણ નહીં હોઈએ તો પછી તેનો ટેસ્ટ કરવાની કે સુગંધ લેવાની વાત જ દૂર રહી. તાજેતરમાં એક એવુ ફ્લાવર દુનિયાની સામે આવ્યું છે જેનો આકાર પિરામીડ જેવો છે. સામાન્ય ફ્લાવર ગોળ અને ફૂલ જેવું હોય છે તેથી તેને ફ્લાવર તરીકે ઓળખીએ છીએ પણ આ તો પિરામીડનો આકાર હોય તો તેને ‘પિરાફ્લાવર’ કહેવું કે નહી તે સવાલ ચોક્કસથી ઉભો
તાજેતરમાં જ ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ આ ફ્લાવરના આકાર પર રિસર્ચ કર્યું. જેમાં સામે આવ્યું કે આ ફ્લાવરના વિચિત્ર દેખાવ પાછળ તેનું ફૂલ જવાબદાર છે. ફ્લાવરમાં હાજર દાણાદાર ફૂલ હકીકતમાં મોટા ફૂલમાં પરિવર્તિત થાય છે. અને તેનો ઉપરનો ભાગ કળી બનીને રહી જાય છે. આવું એટલી બધી વખત થાય છે કે તેની એક કળીની ઉપર બીજી કળી ચઢી જાય છે. અને એટલે જ તે પિરામીડ જેવુ દેખાવા લાગે છે.
રોમનેસ્કો ફ્લાવર જ્યાં વેચાય છે ત્યાંના બજારમાં તેની ખૂબ જ ડિમાન્ડ છે. અમેરિકાના અન્ય દેશોમાં તો લોકો 2100થી 2200 રૂપિયા પ્રતિકિલો સુધીના ભાવ આપીને ખરીદે છે કારણ તે આરોગ્ય માટે આ ફ્લાવર સૌથી વધુ લાભદાયી માનવામાં આવે છે. તેમાં ખૂબ જ મોટી માત્રામાં વિટામીન સી, વિટામીન કે, ડાયટરી ફાઈબર્સ અને કૈરોટિનોયડ્સ હોય છે. જે તમામ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ફ્લાવરની પ્રજાતિ કોબીજ, બ્રોકલી સાથે ઉગાડવામાં આવે છે.
વૈજ્ઞાનિકના મતે આ ફ્લાવરના પિરામીડ જેવા આકાર વિશે સંશોધન કરવુ એટલા માટે જરૂરી હતું કે તેમાં જો કોઈ પણ પ્રકારની બીમીરી હોય તો સુધારી શકાય. આવી આકૃતિના મૂળ સુધી જવા માટે ફ્લાવરના અલગ અલગ ફૂલનું થ્રીડી મોડલ તૈયાર કરવામાં આવ્યું અને તેને સારી રીતે જાણવાનો પ્રયાસ કરાયો હતો .એક વૈજ્ઞાનિક એ પણ જણાવે છે કે રોમનેસ્કો ફ્લાવર ફૂલની જેમ પોતાની અલગ ઓળખ બનાવવા માગે છે પણ તે ઓળખ બની નથી શકી. સામાન્ય ફ્લાવર અને બ્રોકલીમાંતો આ ફૂલ અલગ અલગ જોવા મળે છે. પણ રોમનેસ્કો ફ્લાવરમાં આ ફૂલ વધુ નીકળે છે અને જ વધુ નીકળેલા ફૂલ અલગ દેખાય છે. નવાઈની વાત તો એ છે કે આ રોમનેસ્કો ફ્લાવરનો સ્વાદ મગફળી જેવો હોય છે અને તેનું કોઈ વ્યંજન બનાવવામાં આવે તો તે વધુ સ્વાદ પકડે છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268