ગુજરાત રાજ્ય સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા અંકલેશ્વર-ભરૂચ વચ્ચે સીટી બસ સેવાનો પ્રારંભ કરાવાયો:
Shantishram News, Diyodar, Gujarat.
ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ – ભરૂચ વિભાગ દ્વારા નવનિર્મિત નર્મદા મૈયા પુલ ઉપરથી અંકલેશ્વર-ભરૂચની જનતાને વધુ સુવિધા મળી રહે તે હેતુસર અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આજથી સીટી બસ સેવાનો પ્રારંભ સહકાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
અંકલેશ્વર ભરૂચ વચ્ચે આજથી સીટી બસ સેવાનો અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોથી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રારંભ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે, અંકલેશ્વર – ભરૂચ વચ્ચે સી.ટી. બસ સેવાની શરૂઆત થતાં ઔદ્યોગિક કામદારો, વિદ્યાર્થીઓ, નોકરીયાતો માટે ખુબ જ આશિર્વાદરૂપ બની રહેશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નર્મદા મૈયા બ્રીજથી ટ્રાફીકથી છુટકારા સાથે એસ.ટી. વિભાગને દૈનિક ટોલટેક્ષ તથા બળતણની બચત થશે.
સાથે જ નવા બ્રીજના સંચાલનથી ભોલાવ તથા ભરૂચ શહેરના મોટાભાગના સ્થળોને આવરી લેવાને કારણે અંકલેશ્વર, ભરૂચ શહેરના પ્રજાજનોને પણ લાભ મળી રહેશે.
આ અવસરે મંત્રીશ્રીએ ભરૂચ અને અંકલેશ્વર શહેરના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી આ બસ સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
પ્રથમ તબક્કા માં પ્રતિ ૧૫ મિનિટે બસ સેવા શરૂ કરવામાં આવી છે જે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ૪ સ્ટોપમાં ચાલશે.
જી.આઈ.ડી.સી બસ ડેપો, પ્રતિન ચોકડી, ગડખોલ પાટિયા અને ભરૂચ જીએનએફસી બસ ડેપો ખાતે ઉભી રહેશે ત્યારબાદ અન્ય પીકઅપ બસ સ્ટેન્ડ પણ શરૂ કરવામાં આવશે.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.