વરસાદનાકારણે તલાઈ ગામ સુધી જતો રસ્તો ધોવાઈ ગયો છે. રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ આ જાણકારી આપી. મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ મુંબઈના ગોવંડી વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડતા 3 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે હાહાકારની સ્થિતિ છે. મુંબઈમાં પણ મૂસળધાર વરસાદનાકરાણે જનજીવન ઠપ થયુ છે. રાજ્યના રાયગઢમાં ભૂસ્ખલનની ચાર ઘટનાઓ સામે આવી છે. જેના કારણે રસ્તા જામ થયા છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસે 15 લોકોને બચાવ્યા જ્યારે ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. આ દરમિયાન 5 લોકોના મોત થયા છે.
ભારતીય હવામાન વિભાગ એ આજે મુંબઈ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. અહીં અલગ અલગ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત એ આગળ 24 અને 25 જુલાઈ માટે પણ યલ્લો અલર્ટ જાહેર કરી છે. જે અલગ અલગ સ્થળો પર ભારે વરસાદના સંકેત આપે છે.
શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. મુંબઈના સાંતાક્રૂઝમાં આઈએમડીના સ્ટેશન દ્વારા સાંજે 5.30 વાગે સમાપ્તથતા આઠ કલાકમાં ફક્ત 1.1 મિમી વરસાદ નોંધાયો. આ મહિને કુલ વરસાદ 1040 મિમી રહ્યો અને સતત ચોથું વર્ષ છે જ્યારે જુલાઈમાં વરસાદે 1000 મિમીનું નિશાન પાર કર્યું છે. જુલાઈ માટે સામાન્ય વરસાદનો લક્ષ્યાંક 827 મિમી છે. જૂન બાદથી શહેરમાં 2002.5 મિમી વરસાદ થયો છે જે કુલ સિઝનના ટાર્ગેટનો 90ટકાથી વધુ છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ભીમાશંકર જ્યોતિર્લિંગના ગર્ભગૃહની સાથે બહાર પણ પૂર જેવા હાલાત છે. મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. ગર્ભગૃહ સહિત મંદિરની બહારનો વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને ઉછળતી નદીઓના કારણે ગુરુવારથી કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે અને લગભગ 6 હજાર મુસાફરો ફસાયા. ભારે વરસાદના કારણે મુંબઈ સહિત રાજ્યના અનેક ભાગોમાં રેલવે અને રોડ ટ્રાફિક પ્રભાવિત થયો છે. જેના કારણે અધિકારીઓને બચાવ કાર્યમાં પ્રશાસનની મદદ માટે NDRF ની ટીમ બોલાવવી પડી છે. કોંકણ રેલવે પ્રવક્તા ગિરીશ કરદીકરે કહ્યું કે આ ટ્રેનોમાં મુસાફરો સુરક્ષિત છે. તમામ પરેશાનીઓ છતાં કોંકણ રેલવે મુસાફરોને ખાવા પીવાની સામગ્રી ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
આ બધા વચ્ચે રાજ્યના કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. જેના કારણે 47 ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. તથા 965 પરિવારોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવા પડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે વરસાદ દરમિયાન જિલ્લામાં અલગ અલગ સ્થળો પર એક મહિલા સહિત બે લોકો પાણીમાં વહી ગયા.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268