દેશમાં કોરોના વાઈરસ વચ્ચે ભૂકંપ પણ ફફડાટ ફેલાવવામાં મહત્વની ભૂમિક ભજવતો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે દેશના જુદા-જુદા ત્રણ રાજ્યોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવવામાં આવ્યાં હતાં. રાજસ્થાન, મેઘાલય અને લેહ-લદ્દાખમાં ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.3 નોંધવામાં આવી હતી. દેશની રાજધાની દિલ્હીમાં સવારે ભૂકંપ આવ્યો હતો. દેશના પૂર્વોત્તર રાજ્ય એવા મેઘાલયમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. જ્યારે રાજસ્થાનના બિકાનેરમાં વહેલી સવારે પાંચ વાગ્યે ભૂકંપ આવતા લોકો સફાળા જાગીને રીતસરના દોડી ગયા હતાં.
સો પહેલાં મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સમાં ભૂકંપમના ઝટકા લોકોએ અનુભવ્યા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 હતી. ઝટકા રાતના અંદાજે 2:10 પર લોકોએ અનુભવ્યા હતાં. તેની પુષ્ટિ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કરી છે. ભૂકંપથી જાનમાલને અથવા અન્ય કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનું જાણવા નથી મળ્યું.
લેહ-લદ્દાખમાં આજે સવારના 4:57 વાગ્યે લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. સવાર સવારના 5:24 કલાકે રાજસ્થાનના બિકાનેરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 રહી હતી. જો કે જાનમાલને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનું જાણવા નથી મળ્યું.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268