Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય અમદાવાદ ગુજરાત બ્રેકીંગ ન્યૂઝ રાષ્ટ્રીય

Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના 954 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 12,451 પર પહોંચી

Gujarat Corona Cases 3 November 2020: નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું.

ગાંધીનગરઃ  રાજ્યમાં કોવિડ-19ના નવા 954 નવા કેસ નોંધાયા હતા. નવેમ્બરની શરૂઆતના બે દિવસ 900થી ઓછા કેસ નોંધાતા રાજ્યમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગતું હતું. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3734 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે, જ્યારે 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,390 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,75,633 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2,  સુરત કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 1, સુરતમાં 1 મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 155, અમદાવાદ કોર્પોરેશનમાં 154,  વડોદરા કોર્પોરેશનમાં 68, સુરતમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 41, પાટણ-વડોદરામાં 40-40, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 31, ગાંધીનગર કોર્પોરેશનમાં 28, રાજકોટમાં 23, સાબરકાંઠામાં 21, નર્મદામાં 20, અમરેલી-પંચમહાલમાં 19-19, જામનગર કોર્પોરેશનમાં 17, ભરૂચ-ગાંધીનગરમાં 14-14 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1197 દર્દી સાજા થયા હતા અને 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 62,10,550  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.78 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,05,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,05,796 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

જનજાગરણ અભિયાન અંતર્ગત આણંદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ખેડૂત સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

Shanti Shram

તા. 24 અને 25 સપ્ટેમ્બરે લેવાશે સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વિવિધ પરીક્ષાઓ 13મી ઓગસ્ટ સુધી અરજી પત્રો ભરી શકાશે  સૌરાષ્ટ્ર-કચ્છના 600થી વધુ સેન્ટરમાં બાળપોથીથી વિનીત સુધીની પરીક્ષા લેવાનુ

Shanti Shram

દેવગઢબારિયા તાલુકાના કાળીડુંગરી ગામની ખેડા ફળિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ બાળમેળો યોજાયો

Shanti Shram

જો કોરોના નિયંત્રણમાં રહ્યો , તો વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર!

દીઓદરમાં પ્રેસ કલબ દ્વારા સન્માન સમારોહ

Shanti Shram

સાઉદી અરેબિયાના 8000 વર્ષ જૂના શહેરમાં મળ્યું પ્રાચીન મંદિર, 2,807 કબરો પણ બહાર આવી

Shanti Shram