Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત બનાસકાંઠા બ્રેકીંગ ન્યૂઝ

શક્તિપીઠ અંબાજીમાં 23 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થશે જેને લઈને દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

 ભાદરવી સુદ આઠમ એટલે કે, 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી અંબાજીનો મેળો યોજાશે.

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

આ દરમિયાન અંબાજી મંદિરમાં સવારે 6 વાગ્યે આરતી થશે. બાદમાં સાડા અગિયાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકાશે. બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવાશે.

ત્યારબાદ સાંજે સાત વાગ્યે આરતી કરાશે. જ્યારે રાત્રે 12 વાગ્યા સુધી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્લા રહેશે.

નોંધનીય છે કે તાજેતરમાં અંબાજી મંદિરમાં વીઆઈપી દર્શન વ્યવસ્થા અંગે ઊઠેલા આક્ષેપો અને સવાલો બાદ મંદિર ગર્ભગૃહમાં દર્શન વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે.

અંબાજી શક્તિપીઠ એવા અંબાજી મંદિરમાં શ્રી યંત્રની પૂજા થાય છે અને શ્રી યંત્રની પૂજા દરમિયાન પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે એવા શ્રી યંત્રની પૂજા કરવા માટે દેશ અને દુનિયાભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે.

છેલ્લા કેટલાક સમયથી અંબાજી મંદિરના ગર્ભ ગૃહોમાં વીઆઈપી દર્શનનો વિવાદ સામે આવ્યો હતો.

કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે 5000 રૂપિયા લઇ વીઆઈપી દર્શન કરાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારબાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે વીઆઈપી દર્શન બંધ કરી દીધા છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આક્ષેપોનું ખંડન કરાયું હતું અને વીઆઈપી દર્શન ન થતા હોવાની વાત કરી હતી શ્રદ્ધાળુઓ અને ભક્તો જે દાન સ્વરૂપે ભેટ આપે છે અને આ ભેટ સ્વરૂપે દર્શન થતા હોવાની વાત કરી હતી પરંતુ ત્યારબાદ વિવાદ વધુ વધતાં અંબાજી મંદિર વહીવટીતંત્રએ મંદિરના ગર્ભગૃહમાં વીઆઇપી દર્શન બંધ કરાવ્યા હતા.

હવે અંબાજી મંદિરમાં આવનાર દરેક શ્રદ્ધાળુ એક સમાન હશે અને લાઈનમાં ઊભા રહીને મા અંબાના દર્શન કરવા પડશે. જોકે આ બાબતે દાંતા રાજવી પરિવાર મહારાજાનું કહેવું છે કે વીઆઇપી દર્શન જો પૈસા લઈને કરાવતા હોય તો એ ખોટું છે. માતાજીનાં દ્વારે આવતો દરેક ભક્ત દર્શન કરી ધન્યતા અનુભવે છે તેમાં ભેદભાવ ના હોવો જોઈએ.

અમદાવાદ અને વડોદરા ને મળ્યા નવા મહિલા મેયર જાણો મેયર અને તેમની ટીમ ને

ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.

અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.

શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf

Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ,  આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews

Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS

Twitter https://twitter.com/shantishram

Instagramhttps://www.instagram.com/shantishram/

Shantishram News, Gujarat

संबंधित पोस्ट

કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ પ્રિયંકા ગાંધી ગયા આઈસોલેશનમાં , કોરોના રિપોર્ટ નેગેટિવ…

ShantishramTeamA

સજાગ ગ્રુપ દ્વારા અમદાવાદમાં વસતા આર્થિક તકલીફ ધરાવતા જૈન સાધર્મિક પરિવારોને અનાજને કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Shanti Shram

વડોદરાના નાગરિકો એ રચ્યો ઇતિહાસ સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

Shanti Shram

દીઓદરનો વિદ્યાર્થી જીપીએસસી (GPSC) માં ઉત્તીર્ણ

Shanti Shram

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ મોકુફ, ઘોરણ 1થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન…

ShantishramTeamA

Uttarakhand માંથી મળ્યો દુર્લભ પ્રજાતિનો ઝેરીલો સાપ

ShantishramTeamA