Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક બ્રેકીંગ ન્યૂઝ

રણછોડજી મંદિર ડાકોરમાં ધુળેટી પર્વના દિને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

રણછોડજી મંદિર ડાકોરમાં ધુળેટી પર્વના દિને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે ધુળેટી પર્વ નિમિત્તે મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે આ વર્ષે ફાગણી પૂનમના મેળાને લઈને સરકાર દ્વારા આગોતરું પ્લાનિંગ કરી દેવાયું છે.

Advertisement

ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આ વર્ષે આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ટેમ્પલ કમિટી ડાકોર દ્વારા દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે.

Advertisement

ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમને લઈ દર્શનનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.

મંદિર કમિટી દ્વારા તારીખ 6, 7 અને 8 માર્ચનું મંદિરનું શિડ્યુલ જાહેર કરાયું છે. જેમાં 8 માર્ચના રોજ ડોલોત્સવ ઊજવાશે.

Advertisement

તા, 6 માર્ચના દિને ડાકોરમાં ઠાકોરજીનું મંદિર વહેલી સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે. 5 વાગે મંગળા આરતી થશે. 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે,  8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે 8:30 વાગે દર્શન ખુલી 1:00 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે, 1:00 થી 1:30 દર્શન બંધ રહેશે બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે.  3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે, જે દર્શન 5:30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે 5:30 થી 5:45 બંધ રહેશે 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી ખુલ્લા અને અંતે 8:45 વાગે મંદિર બંધ થશે

Advertisement

જ્યારે તારીખ 7 માર્ચ, મંગળવારના રોજ વહેલી સવારે 3:45 વાગે મંદિર ખુલી 4:00 મંગળા આરતી થશે જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે, 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે, 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે, 2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે, બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે, 5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે. 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:15 ખુલી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે.

Advertisement

ડાકોરના રણછોડજીના મંદિરમાં તારીખ 8 માર્ચ, બુધવારના રોજ  વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે, 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે, 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે, બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે. 3:30 થી 4:00સુધી દર્શન ખુલ્લા રહેશે. 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5:00 વાગે નિજ મંદિર ખોલી 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર પોઢી જશે

Advertisement

હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે. આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, કુમારિકાઓ પાસે પત્ર – પુષ્પથી સજાવીને ડોલ સિધ્ધ કરાવે છે.

Dhuleti Parva day Darshan time in Ranchhodji Temple Dakor

Advertisement

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Website https://shantishram.com/

Advertisement

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

અખિલેશ યાદવને થયો કોરોના, ટ્વિટર પર આપી ખબર…

shantishramteam

યોગ ક્ષેત્રે રાભડા ( લાઠી ) ગામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગ કોચ જયદિપ ભાઈ ચૌહાણે ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું મેડલ પ્રાપ્ત કર્યો.

Shanti Shram

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં આપી મોટી રાહત, ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડ

Shanti Shram

WhatsApp લાવી રહ્યું છે નવું જબર જસ્ત ફીચર, જાણો વધુ

shantishramteam

કોવિશિલ્ડનો બીજો ડોઝ કયા લોકો હવે માત્ર 28 દિવસ બાદ લઇ શકશે ???

shantishramteam

ભારતે કોઈની વાતોને ધ્યાનમાં લેવાની જરૂર નથી : ફ્રાન્સ રાષ્ટ્રપતિ

shantishramteam